ETV Bharat / state

ગુજરાતની SIMS હોસ્પિટલના હાર્ટ સર્જરી વિભાગનું વલસાડની અમિત હોસ્પિટલ સાથે થયું જોડાણ - New AIMS

વલસાડઃ હાર્ટ સંબંધિત બીમારીઓ માટે વલસાડના લોકોને અત્યાર સુધી મુંબઈ, સુરત અથવા અમદાવાદ જવું પડતું હતું. હવે વલસાડમાં જ વૈશ્વિક સ્તરની સુવિધાઓ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ ગુજરાત જ નહીં પણ ભારતની પ્રસિદ્ધ સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી ડિપાર્ટમેન્ટની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી વિભાગનું વલસાડની અમિત હોસ્પિટલ સાથે જોડાણ કરવામાં આવ્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 8, 2019, 9:25 PM IST

ગુજરાતના પ્રસિદ્ધ હાર્ટ સર્જન ડો. ધવલ નાયકએ જણાવ્યું હતું કે, તેઓ વલસાડના વતની છે અને અભ્યાસ પણ વલસાડમાં કર્યો છે. તેમનું સ્વપ્ન હતું કે, વલસાડમાં પણ હૃદયની બીમારીઓને લગતી સુવિધા ઉપલબ્ધ થાય, અને આ સ્વપ્ન પણ પૂર્ણ થયું છે. સિમ્સ હોસ્પિટલ એ ભારતની એવી હોસ્પિટલ પૈકીની એક છે, જેની પાસે JCI (જોઈન્ટ કમિશન ઇન્ટરનેશનલ)નું લાયસન્સ છે. તેમજ તે અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજી સાથે સંલગ્ન છે.

અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલ ગુજરાતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતી એકમાત્ર હોસ્પિટલ છે, જ્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સાથે આર્ટિફિશિયલ હાર્ટ સર્જરી, કી હોલ કાર્ડિયાક સર્જરીઓ થાય છે. હવે વલસાડની અમિત હોસ્પિટલ સાથે સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી ડિપાર્ટમેન્ટનું જોડાણ થતા વલસાડની જનતાને પણ સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી વિભાગના નિપુણ અને નિષ્ણાત તબીબોની સેવા સાથે વૈશ્વિક સ્તરની સુવિધાઓનો લાભ મળી શકશે. અમિત હોસ્પિટલના સિનિયર ફિઝીશીયન ડો. સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં દક્ષિણ ગુજરાતની જનતાને વલસાડમાં જ વૈશ્વિક સ્તરનું અને સિમ્સ જેવું હાર્ટ સેન્ટર ઊભું થાય તેવું તેમનું લક્ષ્ય છે.

અમિત હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડો. સુનીલ વર્માએ જણાવ્યું હતું કે, સિમ્સ હોસ્પિટલ અને અમિત હોસ્પિટલના જોડાણ સાથે હવે વલસાડની જનતા માટે અનેક કાર્યક્રમો પણ અવિરત થતા રહેશે. ખાસ કરીને હોસ્પિટલ દ્વારા હાર્ટ સંબંધિત બીમારીઓની જાણકારી અને નિદાન માટેનું માર્ગદર્શન મળી રહે તે માટે સમયાંતરે શિબિરોનું આયોજન કરવામાં આવશે. પ્રજામાં અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાના કાર્યક્રમો સાથે વૈશ્વિક સ્તરે હાર્ટ સંબંધિત બીમારીઓ અને સારવારમાં વપરાતી જ આધુનિક ટેકનોલોજી વિશે વલસાડની જનતા માહિતગાર રહે તે માટેના સેમિનારોનું પણ આયોજન કરવામાં આવશે.

Photo ateched with email.

Slag:-વિશ્વમાં થતી લેટેસ્ટ હાર્ટ સર્જરીની વલસાડમાં ઉપલબ્ધ થશે બધી જ જાણકારી
ગુજરાત  સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી ડિપાર્ટમેન્ટનું વલસાડની અમિત હોસ્પિટલ સાથે થયુ જોડાણ

હાર્ટ સંબંધિત બીમારીઓને લઇને વલસાડ અને જિલ્લાની પ્રજાને અત્યાર સુધી મુંબઈ કાં તો સુરત કે અમદાવાદ સુધીની દૌડ લગાવવી પડતી હતી. પરંતુ હવે વલસાડમાં જ વૈશ્વિક સ્તરની સુવિધાઓ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ ગુજરાત જ નહીં પણ ભારતની પ્રસિદ્ધ સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી ડિપાર્ટમેન્ટની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. આ માટેનો શ્રેય અમદાવાદની સિમ્સ હોસ્પિટલ અને વલસાડની અમિત હોસ્પિટલને જાય છે. કારણ કે સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી વિભાગ સાથે વલસાડની અમિત હોસ્પિટલ સાથે જોડાણ થયું છે.
આ પ્રસંગે ગુજરાતના પ્રસિદ્ધ હાર્ટ સર્જન ડો. ધવલ નાયકએ જણાવ્યું હતું કે તેઓ પોતે વલસાડના છે અને અભ્યાસ પણ વલસાડમાં કર્યો છે. ત્યારે સ્વભાવિક જ વલસાડ પ્રત્યે લાગણી હંમેશા જે દિલમાં છે અને સ્વપ્ન હતું કે વલસાડમાં પણ હૃદયની બીમારીઓ ને લગતી તપાસ અને સારવાર ઉપલબ્ધ થાય. આજે આ સ્વપ્ન પણ પૂર્ણ થયું છે. સિમ્સ હોસ્પિટલમાં ભારતની એવી ગણ્યાગાંડી હોસ્પિટલ પૈકીની એક હોસ્પિટલ છે જેની પાસે JCI (જોઈન્ટ કમિશન ઇન્ટરનેશનલ)નું લાયસન્સ છે. સાથે જ અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજી સાથે સંલગ્ન છે.  
અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલ ગુજરાતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતી એકમાત્ર હોસ્પિટલ છે જ્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સાથે આર્ટિફિશિયલ હાર્ટ સર્જરી, કી હોલ કાર્ડિયાક સર્જરીઓ થાય છે. ત્યારે હવે વલસાડની અમિત હોસ્પિટલ સાથે સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી ડિપાર્ટમેન્ટનું જોડાણ થતા વલસાડની જનતાને પણ સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી વિભાગના નિપુણ અને નિષ્ણાત તબીબોની સેવા સાથે જ વૈશ્વિક સ્તરની સુવિધાઓનો લાભ મળી શકશે.   
વધુમાં અમિત હોસ્પિટલના સીનીઅર ફીજીશીયન ડો. સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં દક્ષિણ ગુજરાતની જનતાને વલસાડમાં જ વૈશ્વિક સ્તરની અને અને સિમ્સ જેવું હાર્ટ સેન્ટર ઊભું થાય તેવું તેમનું લક્ષ્ય છે. અમિત હોસ્પિટલમાં કાર્ડીઓલોગીસ્ટ કરીકે ફરજ બજાવતા ડો. સુનીલ વર્માએ જણાવ્યું હતું કે સિમ્સ હોસ્પિટલ અને અમિત હોસ્પિટલના જોડાણ સાથે હવે વલસાડની જનતા માટે અનેક કાર્યક્રમો પણ અવિરત થતા રહેશે. ખાસ કરીને હોસ્પિટલ દ્વારા હાર્ટ સંબંધિત બીમારીઓની જાણકારી અને નિદાન માટેનું માર્ગદર્શન મળી રહે તે માટે સમયાંતરે શિબિરોનું આયોજન કરાશે. પ્રજામાં અંગદાન પ્રત્યે જાગૃતતા લાવવા માટેના કાર્યક્રમો સાથે વૈશ્વિક સ્તરે હાર્ટ સંબંધિત બીમારીઓ અને સારવારમાં વપરાતી જ આધુનિક ટેકનોલોજી વિશે વલસાડ જનતા પણ દક્ષિણ ગુજરાતના તબીબો માહિતગાર રહે તે માટેના સેમિનારોનું પણ આયોજન કરવામાં આવશે.

Location:-valsad 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.