ETV Bharat / state

વલસાડ હાઇવે ઉપર આરોગ્ય વિભાગની ટિમ સતર્ક, જિલ્લામાં પ્રવેશતા લોકોનું કરાઈ રહ્યુ છે સ્ક્રીનીંગ - valsad rural

ગુજરાતના મોટા શહેરોમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખી વલસાડ જિલ્લામાં સંક્રમણ ન ફેલાય અને બહારથી આવતા લોકો સંક્રમણ લઈને જિલ્લામાં ન પ્રવેશે તેવા હેતુથી આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની છે. જિલ્લાના પ્રવેશદ્વાર નેશનલ હાઇવે નંબર 48 વઘલધરા ખાતે એક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. અહીં જિલ્લામાં પ્રવેશતા દરેક વાહનોમાં આવતા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સ્ક્રીનિંગ બાદ જરૂર જણાય તો રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવે છે.

વલસાડ હાઇવે ઉપર આરોગ્ય વિભાગની ટિમ સતર્ક, જિલ્લામાં પ્રવેશતા લોકોનું કરાઈ રહ્યુ છે સ્ક્રીનીંગ

author img

By

Published : Nov 28, 2020, 12:32 PM IST

  • વલસાડમાં અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ પગલા
  • NH 48 વાઘલધરા ખાતે પ્રવેશતા લોકોનું કરાઇ રહ્યું છે સ્ક્રિનિંગ
  • જિલ્લામાં કોરોના કેસનો આંકડો 1,250 પર, 9ના મોત

વલસાડઃ ગુજરાતના મોટા શહેરોમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખી જિલ્લામાં સંક્રમણ ન ફેલાય અને બહારથી આવતા લોકો સંક્રમણ લઈને જિલ્લામાં ન પ્રવેશે તેવા હેતુથી આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની છે. જિલ્લાના પ્રવેશદ્વાર નેશનલ હાઇવે નંબર 48 વઘલધરા ખાતે એક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. અહીં જિલ્લામાં પ્રવેશતા દરેક વાહનોમાં આવતા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સ્ક્રીનિંગ બાદ જરૂર જણાય તો રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવે છે.

જિલ્લામાં કોરોના કેસનો આંકડો 1,250 પર

જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 9 દર્દીઓના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 1 હજાર 250 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 1 હજાર 87 લોકોએ કોરોનાને હરાવી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

જિલ્લામાં અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ પગલા લેવાયા

જિલ્લામાં covid-19 સંક્રમણ ન ફેલાય એવા હેતુથી આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની છે. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં સ્ક્રીનિંગ કરવા માટે વિશેષ ટીમો બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં દરેક જગ્યા ઉપર સ્ક્રિનિંગ તેમજ રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રેપિડ ટેસ્ટમાં કોઈ પોઝિટિવ જણાય તો તેવા લોકોને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે.

વલસાડ હાઇવે ઉપર આરોગ્ય વિભાગની ટિમ સતર્ક, જિલ્લામાં પ્રવેશતા લોકોનું કરાઈ રહ્યુ છે સ્ક્રીનીંગ
NH 48 વાઘલધરા ખાતે પ્રવેશતા લોકોનું કરાઇ રહ્યું છે સ્ક્રિનિંગજિલ્લાના નેશનલ હાઇવે નંબર 48 ઉપરથી વાઘલધર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા એક વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સુરત, નવસારી અને વડોદરા જેવા શહેરોથી જિલ્લામાં પ્રવેશ કરતા વાહનોમાં આવતા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને કોઈ સંક્રમણ લઈને જિલ્લામાં પ્રવેશ છે, તો પ્રવેશતાની સાથે જ તેમને ઓળખી કાઢી તાત્કાલિક સારવાર આપી શકાય અને જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવી શકાય.બહારથી આવતા લોકોમાં લક્ષણો જણાય તો રેપીડ ટેસ્ટ કરવામાં આવે જિલ્લામાં પ્રવેશતા વિવિધ વાહનોમાં આવતા લોકોનું તાપમાન માનવામાં આવી રહ્યું છે. તેમજ જો કોઈને તાવ, ખાંસી, ઉધરસ જેવા લક્ષણો જણાય તો તેઓને વાહનોમાંથી ઉતારી તાત્કાલિક રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તેમજ રેપિડ ટેસ્ટ બાદનું પ્રમાણપત્ર પણ આપવામાં આવી રહ્યું છે.મુંબઈ એરપોર્ટ તરફ જતા લોકો માટે રેપીડ ટેસ્ટની વ્યવસ્થા મુંબઈ તરફ જતાં અનેક લોકો માટે રેપિડ ટેસ્ટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. નેશનલ હાઇવે નંબર 48થી જિલ્લામાં પ્રવેશ દ્વાર આગળ જ સુરત થી અમદાવાદ કે મુંબઈ તરફ જતા લોકો માટે જરૂરી જણાય તો રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તેઓને તાત્કાલિક પ્રમાણપત્ર પણ આપવામાં આવી રહ્યા છે.આમ વલસાડ જિલ્લાના પ્રવેશદ્વારે વાઘલધરા ખાતે જ આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરીને જિલ્લામાં સંક્રમણ ન ફેલાય એવા વિશેષ હેતુથી કામગીરી શરૂ કરવામાં આવી છે. મહદ્દંશે આરોગ્ય વિભાગને આ કામગીરીમાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.