ETV Bharat / state

Fire in Vapi: તલવાડા પોલીસ વાહન યાર્ડમાં આગ ભભૂકી ઉઠતા 20 વાહનો આગમાં થયાં સ્વાહા - Police located at Talwada village

વાપી નજીક ભિલાડ પોલીસ મથકેથી(Bhilad police station near Vapi) 1 કિમી દૂર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ તલવાડા ગામ સ્થિત પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલ પૈકી વાહનોના યાર્ડમાં બપોરે 2:15pm આસપાસ અચાનક એક ફોર વ્હીલર વાહનમાં(Fire in four wheeler ) આગ ભભૂકી ઉઠી હતી.

Fire in Vapi: તલવાડા પોલીસ વાહન યાર્ડમાં આગ ભભૂકી ઉઠતા 20 વાહનો આગમાં થયાં સ્વાહા

author img

By

Published : Mar 25, 2022, 10:38 PM IST

વાપી: ભિલાડ નજીક તલવાડા ખાતે આવેલ પોલીસ વાહન યાર્ડમાં અગમ્ય કારણ સર ભીષણ આગ ભભૂકી ઉઠતા પોલીસ દ્વારા વિવિધ ગુન્હાઓમાં કબ્જે લઇ યાર્ડમાં પાર્ક કરેલા 20 જેટલા નાના મોટા વાહનો બળીને ખાક થઈ ગયા છે. પોલીસ ડિવિઝન(Vapi Police Division) હસ્તક આવતા પોલીસ મથકોમાં જપ્ત કરાયેલ વાહનોને ભિલાડ નજીક આવેલ તલવાડા ખાતે બનાવેલ યાર્ડમાં રાખવામાં આવ્યા છે. આ યાર્ડમાં શુક્રવારે બપોર બાદ અચાનક આગ ભભૂકી ઉઠતા 20 જેટલા વાહનો આગમાં સ્વાહા થયા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાહનોના યાર્ડમાં બપોરે સવા 2 વાગ્યા આસપાસ અચાનક એક ફોર વ્હીલર વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી.

પોલીસ મથકમાં જપ્ત વાહનોના યાર્ડમાં ભભૂકી આગ - વાપી નજીક ભિલાડ પોલીસ મથકેથી 1 કિમી દૂર નેશનલ હાઇવે નંબર 48(National Highway 48) પર આવેલ તલવાડા ગામ સ્થિત પોલીસે(Police located at Talwada village) જપ્ત કરેલા મુદ્દામાલ પૈકી વાહનોના યાર્ડમાં બપોરે સવા 2 વાગ્યા આસપાસ અચાનક એક ફોર વ્હીલર વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી. જે આગ એટલી વિકરાળ બની કે અન્ય આજુબાજુમાં પાર્ક કરેલ 20 જેટલા વાહનોને લપેટમાં લેતા તમામ વાહનો આગમાં સ્વાહા થયાં છે.

આગ એટલી વિકરાળ બની કે અન્ય આજુબાજુમાં પાર્ક કરેલ 20 જેટલા વાહનોને લપેટમાં લેતા તમામ વાહનો આગમાં સ્વાહા થયાં છે.

આ પણ વાંચો: Fire in Foam Pack Company Umargam : ફોમપેક કંપનીમાં લાગી ભીષણ આગ લાગવાનું કારણ અકબંધ

આગની ઘટના બાદ પોલીસ અને ફાયર યાર્ડમાં પહોંચ્યા - પોલીસે વિવિધ ગુન્હા સબબ જપ્ત કરેલા વાહનોના યાર્ડમાં લાગેલી આગથી આસપાસના લોકોમાં અફરાતફરી સાથે ભયનો માહોલ ઉત્પન્ન થયો હતો. આગ લાગવાની ઘટનાની જાણ ભીલાડ પોલીસ મથકના PSI ભગવતસિંહ રાઠોડને થતા તેઓ પણ મોટા પોલીસ કાફલા સહિત ફાયરના જવાનો સાથે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. વિકરાળ આગ સામે પોલીસ કર્મીઓએ પ્રથમ તબબકામાં પોતાની જાન હથેળી ઉપર મુકી આગને બુઝાવવાનું કાર્ય આરંભ્યું હતું. પણ આગ એટલી વિકરાળ બની હતી કે, પોલીસે ફાયર વિભાગને જાણ કરવી પડી હતી.

વિકરાળ આગ સામે પોલીસ કર્મીઓએ પ્રથમ તબબકામાં પોતાની જાન હથેળી ઉપર મુકી આગને બુઝાવવાનું કાર્ય આરંભ્યું હતું.

બાઇક, ટ્રક અને કાર સહિતના વાહનો ખાખ થયા - ત્યાર બાદ ઉમરગામ નગરપાલિકા(Umargam Municipality), વાપી નગરપાલિકા સહિત વાપી નોટિફાઇડ એરિયાના ફાયર વિભાગના કર્મીઓ સહિત ફાયર બોલ આવી પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. આગ લાગવાનું તારણ વાહનમાં સંપર્ક અથવા શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આગની લપેટમાં બાઇક, ટ્રક અને કાર સહિતના વાહનો ખાખ થયા છે. જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાન હાની ન જણાતા પોલીસે રાહતનો દમ લીધો હતો.

આ પણ વાંચો: Fire in Surat Bank: સુરતના બેંક ઓફ બરોડાની મુખ્ય શાખામાં આગ લાગતા રૂમ બળીને ખાખ

પ્રાથમિક તારણ મુજબ 20 જેટલા વાહનો આ આગમાં બળીને ખાખ - જ્યારે આ ઘટના સંદર્ભે વાપી ડિવિઝનના ASP શ્રીપાલ શેષમાં સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ આગ કેવી રીતે લાગી તે અંગે FSL ની મદદ લેવાય છે. તેમજ જાણવાજોગ દાખલ કરી રિપોર્ટ એકત્ર કરવામાં આવશે. અને તે બાદ જ કુલ કેટલું નુકસાન થયું છે. તે જાણી શકાશે પ્રાથમિક તારણ મુજબ 20 જેટલા વાહનો આ આગમાં બળીને ખાખ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.