વલસાડ જિલ્લાના પારડી GIDCમાં આવેલી ડીટેક એલ્યુકોન કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાના કારણે કંપનીમાં રાખવામાં આવેલા 4 જેટલા ગેસ સિલિન્ડરનો બલાસ્ટ થયો હતા. જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી હતી.
ઘટનાની જાણ થતાં પારડી પોલીસ અને મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગ વધુ વિકરાળ બનતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં પારડી વાપી અને વલસાડના 5 જેટલા ફાયરફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ લેવાનો પ્રયાસ કર્યો હતો.સતત બે કલાકની જહેમત બાદ આગને પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. જો કે, હાલ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.