ETV Bharat / state

આદિવાસી વિસ્તારને લઈને સરકારની મોટી જાહેરાત, મળશે આ મોટા લાભ - ગુજરાતમાં નેટવર્ક વિહોણા ગામો

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને (World Tribal Day 2022) કારણે નાણાપ્રધાન કનુ દેસાઈ આજે મંગળવારે વલસાડની મુલાકાતે હતા. આ દરમિયાન તેઓએ આદિવાસી વિસ્તારમાં પડી રહેલી મોટી બે તકલીફો વિશે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું કે, આગામી સમયમાં સર્પદંશના કારણે ભોગ બનેલા દર્દીઓને સરકાર દ્વારા સહાય (Assistance to snake bite victims) આપવામાં આવશે તેમજ નેટવર્ક વિહોણા ગામો માટે 500 જેટલા મોબાઈલ ટાવરો પણ મુકવામાં આવશે.

આદિવાસી વિસ્તારને લઈને સરકારની મોટી જાહેરાત

author img

By

Published : Aug 9, 2022, 8:32 PM IST

વલસાડ : વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના (World Tribal Day 2022) ભાગ રૂપે આજે નાણાપ્રધાન કનુ દેસાઈએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આદિવાસી વિસ્તારમાં જ્યાં નેટવર્ક નથી, એવા ક્ષેત્ર માટે ગુજરાત સરકારે હાલના બજેટમાં 500 જેટલા મોબાઈલ ટાવરો મુકવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત, ધરમપુર સર્પદંશની સારવાર (Assistance to snake bite victims) માટે જાણીતું છે, જ્યાં સર્પદંશના કારણે ભોગ બનેલા દર્દીઓને સરકાર દ્વારા સહાય આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી, જે સહાય માટે બજેટમાં દરખાસ્ત મુકાઈ છે. ટુંક સમયમાં દરખાસ્ત ફળશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : World Tribal Day 2022: આદિવાસીઓના અપ્રતિમ બલિદાનને દેશ ક્યારેય ભૂલશે નહીં

40 ગામો નેટવર્ક વિહોણા : ધરમપુરમાં પૂર્વ પટ્ટીમાં આવેલા 40 ગામો હનુમંતમાળથી ઉપરના ભાગે આવેલા ગળી, બીલધા, ગનવા ,જેવા મોટાભાગના ગામો નેટવર્કનો અભાવ હોવાને પગલે જ્યારે કોરોના કાળ દરમિયાન, વિધાર્થીઓને અને શિક્ષકોને ઓનલાઈન શિક્ષણ માટે ખૂબ મુશ્કેલી પડી હતી. આજે પણ 40 ગામોમાં નેટવર્ક સુધ્ધાં નથી. આથી, આ વિસ્તારમાં મોબાઈલ રમકડાં બની જાય છે, ત્યારે આજે કનુ દેસાઈએ જાહેરાત કરી હતી. તેણે કહ્યું કે, બજેટમાં 500 નવા ટાવરો ઉભા કરવામાં માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, ટૂંક સમયમાં ટાવર ઉભા કરવામાં આવશે.

સર્પદંશ અને વનયજીવ હૂમલાઓમાં સહાય: ગુજરાતને બાદ કરતાં સર્પદંશનો ભોગ બનનાર દર્દીને અન્ય રાજ્યોની સરકાર સહાય કરે છે, જે અંગે ધરમપુરના સર્પદંશના (Treatment of snakebite) તબીબ ડો. ડીસી પટેલ દ્વારા વખતો વખત સરકારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને માંગ કરી હતી કે, મોટાભાગે ખેડૂતો જ ખેતરમાં કામ કરતા સર્પદંશનો ભોગ બનતા હોય છે, જેઓ સારવારનો ખર્ચ પણ ઉપડી શકે એમ હોતા નથી, ત્યારે ગુજરાત સરકાર પણ ભોગ બનેલાઓને સહાય કરે તે રજૂઆત કરી હતી, જે હાલમાં ફળી છે.

આ પણ વાંચો : વિશ્વ આદિવાસી દિવસે સરકાર 'એક કાંકરે બે નિશાન' સાધવાની તૈયારીમાં

સરકારે દરખાસ્ત પ્રોત્સાહન આપ્યું : SM હાઈસ્કૂલના પટાંગણમાં આયોજિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે હાજરી આપવા માટે આવેલ નાણાં પ્રધાને (Finance Minister Kanu Desai Announcement) જણાવ્યું કે, જે રીતે જંગલોમાં પશુઓના હુમલામાં ભોગ બનનારને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, તેજ રીતે સર્પદંશના કિસ્સામાં પણ ભોગ બનનારને સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી અને તે માંગને સરકારે પ્રોત્સાન આપ્યું છે, ટૂંક સમયમાં સહાય લોકોને આપવામાં આવશે. આજે વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત યોજવામાં આવેલા કાર્યક્રમમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.