- ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર એન્ટીજન રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે
- આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી
- મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને તકેદારીના ભાગરૂપે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ
વલસાડઃ જિલ્લાના કપરાડા રાજ બારી થઈ નાસિક જતા માર્ગ ઉપર હાલ આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને આ તકેદારીના ભાગરૂપે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. મહારાષ્ટ્રના નાસિકથી કોઈપણ વ્યક્તિ ગુજરાતમાં પ્રવેશ કરે તો તેઓનો કોરોના ટેસ્ટ ફરજીયાત કરાયો છે, ત્યારે આવા સમયે જો તેઓએ કોરોના ટેસ્ટ કરાવેલો ન હોય તો તે તમામ લોકોનું સ્થળ ઉપર એન્ટીજન રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જેથી સ્થળ ઉપર જ પ્રવેશ લેનારા વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે નહીં તેનું નિરાકરણ મળી જાય છે. મહત્વનું છે કે આ માર્ગ ગુજરાતી રોજિંદા નાસિક જતા અને શાકભાજી લઈને પરત આવતા લોકો માટે જીવાદોરી સમાન છે.
આ પણ વાંચોઃ 200થી વધારે મહારષ્ટ્રીયન દર્દીઓ લઈ રહ્યા છે સુરતની કોવિડ હોસ્પિલમાં સારવાર
આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ચેકપોસ્ટ બનાવવામાં આવી
કપરાડાથી નાસીક જતા માર્ગ ઉપર ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા રબારી ગામ ખાતે ગુજરાતની બોર્ડર આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે અને આ ચેકપોસ્ટ પર પોલીસની સાથે આરોગ્ય વિભાગની ટીમને આગળ તૈનાત કરવામાં આવી છે, જેના દ્વારા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા અનેક લોકોની તપાસ તેમજ ટેમ્પરેચર ચેકિંગ અને જો RTPCR ટેસ્ટ કરાવ્યો ન હોય તો તેવા લોકોને સ્થળ ઉપર જ એન્ટીજન રેપિડ ટેસ્ટ કરાવવા માટે જણાવવામાં આવે છે.
સ્થળ ઉપર એન્ટીજન રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે
રોજિંદા અહીંથી દોઢસોથી વધુ વાહનચાલકો પસાર થતા હોય છે જેમાં મોટાભાગના વાહનચાલકો આરટીપી ટેસ્ટ કરાવ્યાં વિના આવતા હોય છે, ત્યારે તેઓને સ્થળ ઉપર એન્ટીજન રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાત- મહારાષ્ટ્ર બોર્ડર ઉપર પ્રવાસીનું સ્ક્રિનિંગ શરૂ કરાયું
મોટાભાગના લોકો કોરોનાનો રિપોર્ટ લઈને જ આવે છે
આરોગ્ય વિભાગના કર્મચારીઓએ જણાવ્યું કે, મોટાભાગે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા લોકો પોતાની સાથે કોરોનાનો રિપોર્ટ લઈને જ આવતા હોય છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ કોઈપણ ટેસ્ટ કરાવ્યાં વિના ગુજરાતમાં પ્રવેશ મેળવવા માટે તત્પર હોય છે, ત્યારે તેવા લોકો માટે એન્ટીજન રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે.