ETV Bharat / state

7 કલાકમાં 8 ભૂકંપના આંચકાથી વલસાડ-સંઘપ્રદેશની ધ્રુજી ધરા, પાલઘર જિલ્લો એપી સેન્ટર - પાલઘર

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં શુક્રવારે રાત્રે 11:41 કલાકે 4.0 રેકટર સ્કેલમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેને લઈને લોકોમાં ભય જોવા મળ્યો હતો. જોકે, તે બાદ સવારના 7 કલાક સુધી વલસાડની ધરા ધ્રૂજતી રહી હતી અને કુલ 8 આંચકા અનુભવાયા હતાં. જે તમામનું એપિસેન્ટર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં નોંધાયું હતું.

Earthquake
Earthquake
author img

By

Published : Sep 5, 2020, 9:11 AM IST

વાપી: પાછલા ત્રણેક વર્ષથી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની ધરામાં થતો સળવળાટ અવારનવાર નાના મોટા ભૂકંપના આંચકા નોતરી રહ્યો છે. જેની અસર વલસાડ જિલ્લામાં અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં નોંધાઇ ચુકી છે. આવી જ અસર શુક્રવારે રાત્રે ફરી નોંધાઇ હતી. શુક્રવારે રાત્રે પાલઘર જિલ્લાના દહાનું નજીક રાનકોલ વિસ્તારમાં એપી સેન્ટર ધરાવતા 4.0 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ આંચકાથી વલસાડ જિલ્લામાં વાપી સહિતના શહેરોમાં ઘરના બારી દરવાજા અને વાસણો ખખડયા હતાં. લોકોમાં બેઘડી ભયનું વાતાવરણ સર્જાતા કેટલાક બહુમાળી ઇમારતોના લોકો ઘર બહાર દોડી આવ્યાં હતાં.

આ 4.0 રેક્ટર સ્કેલના ભૂકંપની અસર દાદરા નગર હવેલી અને દમણમાં પણ નોંધાઇ હતી. જે બાદ બીજો આંચકો 11:48 PM એ નોંધાયો હતો. જે 1.9 નો હતો. જેનું કેન્દ્રબિંદુ કાસા નજીક ખનિવ ખાતે નોંધાયું હતું. ત્રીજો આંચકો 11:55 PM એ નોંધાયો હતો. જે 2.3 રેક્ટર સ્કેલનો હતો. તેનું કેન્દ્રબિંદુ કાસા અને તલાસરી વચ્ચે સારાવાડ વિસ્તારમાં નોંધાયું હતું. ચોથો આંચકો 3.5 રેક્ટર સ્કેલનો હતો. જે રાત્રે 12:05 વાગ્યે નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ આંબીવલી ખાતે નોંધાયું હતું. પાંચમો આંચકો 2:21 કલાકે આવ્યો હતો. તે 1.8નો હળવો આંચકો હતો. જેનું કેન્દ્રબિંદુ કરંજવીરા ખાતે નોંધાયું હતું. છઠ્ઠો આંચકો ફરી 2.4 નો અને તે 2:24 કલાકે આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ગુજરાત મહારાષ્ટ્ર સરહદે વંકાસ ખાતે નોંધાયું છું. 7મો આંચકો 3:33 કલાકે નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ ફરી કાસા તલાસરી વચ્ચે ધનીવારી ખાતે નોંધાયું હતું. જ્યારે તે બાદ 8મો ભૂકંપનો આંચકો વહેલી સવારે 6:36 કલાકે નોંધાયો હતો. જે 2.2ની તિવ્રતાનો હતો. જેનું કેન્દ્રબિંદુ પણ ગુજરાત મહારાષ્ટ્ર સરહદે નાગઝરી ખાતે નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે, 7 કલાકમાં 8 જેટલા 1.8 થી 4 ની તિવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. જેમાં ગાંધીનગર ખાતેની સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટરના જણાવ્યા મુજબ 8 માંથી 7 આંચકા જમીનમાં 3થી 3.5 કિલોમીટર ઊંડે ઉદ્દભવ્યા હતાં. જ્યારે પ્રથમ 4.0નો આંચકો જમીનમાં 10 કિલોમીટર ઊંડે અને 19.896 Letitude, 72.849 Longitude પર ઉદ્દભવ્યો હતો. પાલઘર જિલ્લાની ધરાનો આ ઉપરાછાપરી વર્તાયેલો સળવળાટ વલસાડ જિલ્લાના અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના લોકોની ઊંઘ ઉડાડતો પુરવાર થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.