વલસાડના ધારાનગરમાં આવેલી B.A.P.S સ્વામિનારાયણ સ્કૂલમાં 6 N.D.R.Fની ટીમ દ્વારા ભૂકંપ અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂકંપ દરમિયાન બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને કેવી રીતે બચાવવા તેમજ N.D.R.Fની ટીમ દ્વારા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તે અંગેની માહિતી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપવામાં આવી હતી.
બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને ઈન્ડિયાની ટીમ દ્વારા દોરડાની મદદથી કેવી રીતે બચાવવા તે અંગેની કામગીરી પણ બાળકોને બતાવવામાં આવી હતી. આપાતકાલિન સમયમાં કુદરતી આફતો દરમિયાન સ્વ બચાવ કેવી રીતે કરવો. તેમજ અન્ય ને કેવી રીતે સહાય કરીને બચાવવા તે અંગેની માહિતી બાળકોને અને શિક્ષકોને આપવામાં આવી હતી. ફાયર દ્વારા પણ એક ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આગ જેવી ઘટના સમયે આગ પર કાબૂ કેવી રીતે મેળવવો તે અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
N.D.R.Fના ડેપ્યુટી કમાન્ડર જી.એસ પાઠકે જણાવ્યું કે, કુદરતી હોનારત સમયે વિદ્યાર્થીઓ સ્વયં કેવી રીતે બચી શકે અને અન્યને કઈ રીતે બચાવી શકાય તે અંગેની માહિતી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્કૂલના ડાયરેક્ટર માનસિંહ ઠાકુર તેમજ સ્કૂલના શિક્ષક અમિત સિંહ પરમાર સ્કૂલના તમામ શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભૂકંપ અંગેની મોકડ્રીલ નિહાળી હતી.