મહારાષ્ટ્રમાં આવતા ભૂકંપની અસર વલસાડમાં પણ જોવા મળી હતી.જો કે, બે દિવસ અગાઉ કચ્છમાં પણ 4.3 તીવ્રતાના ત્રણ આંચકા સહિત કુલ મળીને 6 આંચકા નોંધાયા હતાં. જેને પગલે લોકોમાં ભય ફેલાઈ ગયો છે. સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટર ગાંધીનગરના આંકડા મુજબ 21મી નવેમ્બર મહારાષ્ટ્રના પાલઘર 2.3 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
કેટલાક આંચકાની તીવ્રતા વધુ હોવાને કારણે ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતાં.