ETV Bharat / state

વલસાડ અને નવસારીમાં ડ્રોન દેખાતા લોકોમાં કુતુહલ, ગ્રામજનોમાં ડરનો માહોલ

author img

By

Published : Mar 24, 2019, 8:56 AM IST

વલસાડ: જિલ્લાના અનેક અંતરિયાળ ગામોમાં છેલ્લા 7 દિવસથી સતત રાત્રી દરમિયાન ડ્રોન કેમેરા જેવી ચીજો આકાશમાં ઉડતી દેખાતા લોકોમાં ભય સાથે કુતૂહલનો માહોલ સર્જાયો છે. તો આ અંગે લોકો માની રહ્યાં છે, કે સરકાર દ્વારા રાતના સમયગાળા દરમિયાન ભારતમાલા પ્રોજેક્ટના નામે જમીન સર્વે કરવામાં આવી રહ્યો છે. જેને લઈને ગામ લોકો ટીમ બનાવી રાતના ઉજાગરા કરી રહ્યાં છે.

ગ્રામજનો

વલસાડ નજીકમાં આવેલ ધરમપુર તાલુકાના ગામો અને નવસારીના ખેરગામ નજીકના ધરમપુરને અડીને આવેલ અનેક ગામોમાં છેલ્લા 7 દિવસથીરાત્રીના 8 વાગ્યા બાદ આકાશમાં ડ્રોન જેવી ચીજો લાલ લિલી લાઈટો સાથે એક સાથે 12 થી 15 લાઇનમાં કલાકો સુધી ફરતી દેખાઈ રહી છે. જેને લઈને સ્થાનિક ગામોમાં હાલ ભયનો માહોલ છે. એક તરફ થોડા દિવસ અગાઉ જ પાકિસ્તાન સાથે સરહદ ઉપર વાતાવરણ તંગ બન્યું હતું. જેને ધ્યાને લઈને રાતદરમિયાન દેખાતી ડ્રોન જેવી ઊડતી ચીજોએ ભારે ચકચાર જગાવી છે.

ગ્રામજનોની ફરિયાદ

વલસાડના ધરમપુર, ટુંબી, કાકડકુવા, ફ્લાધરા, બારોળિયા, ટીસકરી જેવા ગામોમાં તેમજનવસારી જિલ્લાના ગૌરી, વડપાડા, પાટી, તોરણવેરા, કાકડવેરી, ધામધુમા, નડગધરી, પાણીખડક, આછવાની, રૂઝવણી જેવા ગામોમાં છેલ્લા 7 દિવસથી રાત્રના 8 વાગ્યાની આસપાસમાં આકાશમાં 10 થી 12 જેટલા ડ્રોન જેવી ચીજો આકાશમાં 60 થી 70 ફૂટ ઉપર ઊડતી જણાય છે. તો આ ડ્રોન દેખાતાએકત્ર થયેલા લોકોએ આ ડ્રોન જેવી ચીજનો પીછો કર્યો પરતું તે પકડી શકાયું નહીં. લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે,

ત્યારે લોકોમાંહાલ એવી પણ પ્રબળ ચર્ચા છે, કે ભારતમાલા પ્રોજેકટ વડોદરાથી નાસિકને જોડાતા હાઇ-વે પર રાત્રિદરમિયાન હવાઈ સર્વે કરવામાં આવી રહ્યો છે. જો કે સરકારી તંત્ર દ્વારા હજુ સુધી સમગ્ર બાબતે પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જેને લઇને ગામના સરપંચ દ્વારા તાલુકાના મામલતદાર અને પોલીસ મથકમાં સમગ્ર ઘટના બાબતે લેખિત જાણકારી આપવામાં આવી છે.

Intro:વલસાડ અને નવસારી જિલ્લાના અનેક અંતરિયાળ ગામોમાં છેલ્લા 7 દિવસ થી સતત રાત્રી દરમ્યાન લાલ લીલી લાઈટો વાળી કથિત ડ્રોન કેમેરા જેવી ચીજો આકાશમાં ઉડતી દેખાતા લોકોમાં ભય સાથે કુતૂહલ નો માહોલ સર્જાયો છે લોકો માની રહ્યા છે કે સરકાર દ્વારા રાત્રી દરમ્યાન ભારતમાલા પ્રોજેક્ટના નામે જમીન સર્વે કરવામાં આવી રહ્યો છે જેને લઈને રાત્રીના લોકો ટિમ બનાવી ઉજાગરા કરી રહ્યા છે

Body:વલસાડ નજીકમાં આવેલ ધરમપુર તાલુકાના ગામો અને નવસારી ના ખેરગામ નજીકના ધરમપુર ને અડીને આવેલ અનેક ગામોમાં છેલ્લા 7 દિવસ ઉપરાંત થી રાત્રીના 8 વાગ્યા બાદ આકાશમાં ડ્રોન જેવી ચીજો લાલ લિલી લાઈટો સાથે એક સાથે 12 થી 15 લાઇન માં કલાકો સુધી ફરતી દેખાઈ રહી છે જેને લઈને સ્થાનિક ગામોમાં હાલ ભય નો માહોલ છે એકતરફ થોડા દિવસ અગાઉ જ પાકિસ્તાન સાથે સરહદ ઉપર વાતાવરણ તંગ બન્યું હતું જેને ધ્યાને લઈને રાત્રી દરમ્યાન દેખાતી ડ્રોન જેવી ઊડતી ચીજોએ ભારે ચકચાર જગાવી છે

વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડના ધરમપુર,ટુંબી,કાકડકુવા,ફ્લાધરા,બારોળિયા,ટીસકરી જેવા ગામોમાં તેમજ ધરમપુર નજીક અડીને આવેલ નવસારી જિલ્લાના ગૌરી, વડપાડા, પાટી,તોરણવેરા,કાકડવેરી,ધામધુમા,નડગધરી,પાણીખડક,આછવાની,રૂઝવણી જેવા ગામોમાં છેલ્લા 7 દિવસ થી રાત્રી પડતા જ 8 વાગ્યા ની આસપાસમાં આકાશ માં 10 થી 12 જેટલા ડ્રોન જેવી ચીજો આકાશ માં 60 થી 70 ફૂટ ઉપર ઊડતી જણાય છે જેમાં લાલ લીલી લાઈટો થતી રહે છે જેને લઈને લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રથમતો એકત્ર થયેલા લોકોએ આ ડ્રોન જેવી ચીજનો પીછો કર્યો પરતું તે પકડી શકાયું નહીં લોકો ના મન માં અનેક સવાલો ઘર કરી ગયા છે કે રોજ દેખાતી આ ચીજ અહીં શા માટે આવે છે ,એવું તો શું છે કે રાત્રે જ તે જોવા મળે છે કોઈ સરકારી યોજના ને લાઇ ને અહીં સર્વે તો નથી થઈ રહ્યો ને જેવા અનેક સવાલો ને લઈ ગામના લોકો રાત્રી દરમ્યાન સુરક્ષાની દ્રષ્ટિ એ જાગરણ પણ કરી રહ્યા છે

Conclusion:લોકો હાલ એવી પણ પ્રબળ ચર્ચા છે કે ભારત માલા પ્રોજેકટ વડોદરા થી નાસિક ને જોડાતા હાઇવે ને લઈ ને રાત્રી દરમ્યાન હવાઈ સર્વે કરવામાં આવી રહ્યો છે જોકે સરકારી તંત્ર દ્વારા હજુ સુધી સમગ્ર બાબતે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી ત્યારે દરેક ગામના સરપંચ દ્વારા જેતે તાલુકાના મામલતદાર અને પોલીસ મથકમાં સમગ્ર ઘટના બાબતે લેખિત જાણકારી આપવામાં આવી છે
છતાં આજે પણ અનેક ગામોમાં રાત્રી દરમ્યાન આવા ડ્રોન આકાશમાં ઉડતા જોવા મળી રહ્યા છે જેની પાછળનો ભેદ જાણી શકાયો નથી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.