ETV Bharat / state

ધરમપુરના ખેડૂત દ્વારા કમલમ(ડ્રેગન ફ્રૂટ)ની ખેતી - વલસાડમાં કમલમની ખેતી

તાજેતરમાં મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ કરવામાં આવ્યું હતું. જેને લઇને કેટલીક ચર્ચાઓ ઉઠી હતી, ત્યારે સ્વાસ્થ્ય માટે ખૂબ હિતકર એવા આ ડ્રેગન ફ્રૂટની ખેતી ધરમપુરમાં ગત 4 વર્ષથી એક ખેડૂત કરી રહ્યા છે. ૩ એકરમાં કરવામાં ખેડૂતે કરેલી આ ખેતીમાંથી 1,000 કિલો જેટલા ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન મેળવ્યું છે. જો કે, હાલ તેનું નામ બદલીને કમલમ કરી દેવામાં આવતાં આ ફળ ખાસ્સી ચર્ચામાં છે.

ETV BHARAT
ડ્રેગન ફ્રૂટની ખેતી
author img

By

Published : Jan 21, 2021, 8:02 PM IST

  • મુખ્યપ્રધાન દ્વારા ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ કરાયું
  • નામકરણને કારણે ફ્રૂટ આવ્યું ચર્ચામાં
  • ધરમપુરમાં ગત 5 વર્ષથી એક ખેડૂત કરી રહ્યા છે ખેતી
  • ૩ એકરમાં 1,000 કિલો જેટલું ઉત્પાદન મેળવી મબલખ આવક મેળવી
  • કમલમ 200 રુપિયા નંગ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે
    ડ્રેગન ફ્રૂટની ખેતી

વલસાડઃ તાજેતરમાં મુખ્યપ્રધાન રૂપાણીએ ડ્રેગન ફ્રૂટનું નામકરણ કમલમ તરીકે કર્યું છે. જેથી આ ફળે ખાસ્સી ચર્ચા જગાવી છે, ત્યારે 200થી 250 રૂપિયાના નંગ પર મળતા કમલમની ખેતી ખૂબ ખર્ચાળ છે, પરંતુ વલસાડ જિલ્લામાં આ ખેતી ધરમપુર ખાતે આવેલા ઓઝરપાડામાં એકમાત્ર ખેડૂત ચેતન દેસાઈ દ્વારા કરવામાં આવી રહી છે. ગત 5 વર્ષથી આ ખેડૂત આ ખેતી કરવા ખૂબ મહેનત કરી રહ્યા છે અને થોડાક સમય પહેલા ૩ એકરમાં ઉછેરવામાં આવેલા 840 જેટલા છોડમાંથી તેમણે 1,000 કિલો જેટલા ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમનું ઉત્પાદન મેળવ્યું છે.

ડ્રેગન ફ્રૂટની ખેતી ખૂબ ખર્ચાળ

ડ્રેગન ફ્રૂટની ખેતી ખૂબ જ ખર્ચાળ તેમજ ખૂબ જ માવજત માંગી લે તેવી છે. આ ઉપરાંત આ ખેતી કરનાર ખૂબ જ ધીરજ ધરાવતો ખેડૂત હોવો જોઈએ. કારણ કે, એકવાર ખેતરમાં ડ્રેગન ફ્રૂટના છોડ વાવ્યા બાદ તેની ઉપર ઉત્પાદન આવતા 3થી 4 વર્ષ જેટલો સમય નીકળી જાય છે. જે બાદ દર 6 માસે તેનું ઉત્પાદન જોવા મળે છે, પરંતુ તે પૂર્વે આ છોડની માવજત ખૂબ જરૂરી છે.

ETV BHARAT
ડ્રેગન ફ્રૂટની ખેતી

ઓઝરપાડા માસ્તર ફળિયામાં ડ્રેગન ફ્રૂટનું 3 એકરનું ખેતર

ચેતન દેસાઈએ ધરમપુરના ઓઝરપાડા ખાતે આવેલા માતર ફળિયામાં ૩ એકરના ખેતરમાં 840 જેટલા છોડનું વાવેતર કર્યું છે અને ગત 3-4 વર્ષથી તે આ ફ્રૂટની માવજત કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.