ETV Bharat / state

સ્ટાઇપેન્ડ ઓછું મળવાને લઈ ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાળ પર, વલસાડ સિવિલના 110 ડોક્ટરો જોડાયા - Strike demanding increase in stipend

સરકારી હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરોને અન્ય રાજ્ય કરતા આપવામાં આવતું સ્ટાઇપેન્ડ ગુજરાતમાં ઓછું આપવામાં આવતું હોય જેને પગલે સોમવારે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં કામ કરતા ઇન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે હડતાળમાં ઉતરવાની જાહેરાત કરી છે. ત્યારે સોમવારે વલસાડ સિવિલના પણ 110 ડોક્ટરો હડતાળ ઉપર ઉતર્યા હતા.

સ્ટાઇપેન્ડ ઓછું મળવાને લઈ ડોક્ટર્સ હડતાળ પર

author img

By

Published : Dec 14, 2020, 3:58 PM IST

Updated : Dec 14, 2020, 4:43 PM IST

  • રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં ઈન્ટર્ન સેવા આપતા તબીબો હડતાળ પર
  • વલસાડ સિવિલના 110 ડોક્ટરો હડતાળમાં જોડાયા
  • સિવિલમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ એવા તબીબો હડતાળ પર જતા તબીબી સેવાને અસર

વલસાડઃ સમગ્ર રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં ઈન્ટર્ન સેવા આપતા તબીબોને આપવામાં આવતું સ્ટાઇપેન્ડ અન્ય રાજ્ય કરતા ખૂબ ઓછું છે, જેથી તેને વધારવાની માંગ સાથે સોમવારે સમગ્ર રાજ્યમાં ઈંટર્ન તબીબો દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબો પણ આ હડતાળમાં જોડાયા હતા.

સ્ટાઇપેન્ડ વધારવાની માંગ

સ્ટાઇપેન્ડ ઓછું મળવાને લઈ ડોક્ટર્સ હડતાળ પર
સ્ટાઇપેન્ડ ઓછું મળવાને લઈ ડોક્ટર્સ હડતાળ પર

સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે સોમવારે વલસાડ સિવિલ હોસ્પિટલમાં કામ કરતા 110 તબીબો હોસ્પિટલની બહાર હડતાળમાં ઉતર્યા હતા. તેમણે જણાવ્યું કે, અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં ઈન્ટર્ન તબીબોને સ્ટાઇપેન્ડ ઓછું આપવામાં આવે છે અને જેના કારણે તબીબોને આ મોંઘવારીમાં મુશ્કેલી વધી રહી છે.

ઈન્ટર્ન તબીબોની માંગ શુ છે?

સીવિલ હોસ્પિટલમાં સેવા આપતા 110 તબીબો એક સાથે હડતાળ ઉપર ઉતરી જતા કોવિડ 19 અને ઇમરજન્સી સિવાયની અન્ય સેવા પર તેની અસર પહોચી હતી. હાલમાં વલસાડમાં ઈન્ટર્ન તબીબી તરીકે સેવા આપી રહેલા 110 તબીબોને સ્ટાઇપેન્ડ તરીકે રૂપિયા 13,000 આપવામાં આવે છે. તબીબોની માંગ છે કે તેઓને અંદાજીત રૂપિયા 20,000 આપવામાં આવે, જેને લઈ તેમના દ્વારા હડતાળ કરવામાં આવી છે.

માંગ પૂર્ણ કરવામાં નહીં આવે ત્યા સુધી હડતાળ ચાલુ રહેશે

તબીબોએ જણાવ્યું કે, જો તેમની માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો હડતાળ ચાલુ રાખવામાં આવશે. આ હડતાળને લઈ દર્દીઓની સારવારમાં નુકસાન પડશે. તેમણે આશા વ્યક્ત કરી કે સરકાર તેમની માંગ જલ્દી સ્વીકારી લેશે.

વલસાડ સિવિલના 110 ડોક્ટરો જોડાયા

Last Updated : Dec 14, 2020, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.