ETV Bharat / state

ગાંધી આશ્રમમાં ઝાડના દાંડા ઊંચકાવતી વેળાએ બનેલી ઘટનામાં સારવાર દરમિયાન વિધાર્થીનું મોત

વલસાડ : કપરાડા તાલુકાના મોટાપોઢા ગામે આવેલી ગાંધી આશ્રમમાં ઝાડના દાંડા ભરવા દરમિયાન વિદ્યાર્થીને લાકડું જાંગના ભાગે પડતા હોસ્પિટલ લઇ જવાયો હતો. આખરે લાંબી સારવાર બાદ વિદ્યાર્થીનું મોત થતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.બાદમાં સમગ્ર બાબતે પોલીસ મથકમાં સંચાલકોએ પરિવારજનો સાથે સમાધાન કરી લીધું હતું

valsad
વલસાડ
author img

By

Published : Dec 6, 2019, 3:09 AM IST

કપરાડા તાલુકાના મોટાપોઢા ગામે આવેલી ગાંધી આશ્રમમાં ધોરણ 1થી 10 ના કપરાડા અને ધરમપુર વિસ્તારના અંતરિયાળ ગામોના આદિવાસી વિસ્તારના બાળકો આશ્રમમાં રહીને શિક્ષણ મેળવે છે. પરંતુ સંચાલકો દ્વારા શિક્ષણના નામે બાળકો પાસે મજુરી કરાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. આ આશ્રમ શાળામાં 240 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે. કપિલ જીવન સ્વામીએ તારીખ 19 નવેમ્બરના રોજ સ્કૂલની પાછળના ભાગે આવેલા કેટલાક શરૂના ઝાડ કાપવા માટે મજૂરો મૂક્યા હતા. બે મજૂરો અને બાકીના કેટલાક બાળકો દ્વારા શરુના ઝાડ કાપવામાં આવ્યા હતા. બાદમાં કાપેલા ઝાડના દાંડા 15 થી 18 ફૂટના ઊંચકીને ટેમ્પોમાં ભરવા માટે વિધાર્થીઓને કહવામાં આવ્યું હતું.

વલસાડ મોટાપોઢા ગામે આવેલી ગાંધી આશ્રમમાં ઝાડના દાંડા ભરવા દરમ્યાન એક વિદ્યાર્થીનું સારવાર બાદ મોત

જેમાં જગદીશ બાબુ ઘૂટિયા પણ હતો. આ બાળકો જ્યારે દાંડા ખભે ઊંચકીને લાવતા હતા. ત્યારે દાંડાનો એક તરફનો ભાગ જગદીશના ખભેથી સરકી જાંગના ભાગે પડ્યો હતો. તે સમયેથી જ બાળકને પગમાં તકલીફ ઊભી થઈ હતી. જે સમયે સ્થાનિક દવાખાને લઈ જવાયો હતો. ત્યાં દવા અને માલિશનું તેલ આપવામાં આવ્યું હતું. પરંતુ સતત ત્રણ દિવસ સુધી દુખાવાની ફરિયાદ થતાં આશ્રમ સંચાલકોએ તેના પરિવારજનોને બોલાવી લીધા હતા.

આખરે જગદીશને તેઓ તારીખ 22 નવેમ્બરના રોજ ઘરે લઈ ગયા હતા. તે બાદ જ્યારે દુ:ખાવો વધુ થતાં પ્રથમ ધરમપુર સ્ટેટ હૉસ્પિટલ અને ત્યારબાદ વલસાડ સિવિલ અને સુરત લઈ જવાયો હતો. ત્યાં પરિવારજનો ખર્ચ ભોગવી શકે એમ ન હોવાથી બાળકને ફરીથી વલસાડ કસ્તૂરબામાં લઈ આવ્યા હતા.જ્યાં બાળકનો જાંગનો ભાગ સૂજી અને કાળો થઈ ગયો હતો. જયારે વિજ્ઞાન સ્વામી ખબર લેવા આવતા જ પરિવારજનો તેને ઘેરી વળ્યા હતા. તેમજ તેમની ઉપર રોષ ઠાલવતાં પોલીસ પણ ધટના સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. જો કે આખરે સાંજે 9 વાગ્યે બાળકનું મોત થતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અત્રે નોધનીય છે કે, ઘટના બાદ આશ્રમશાળાના બાળકોએ પણ જણાવ્યું કે, દર વખતે બાળકો પાસે ખેતીકામના નામે લાકડા ઉપડાવવા, લાકડા કપાવવા જેવા મજુરી કામ કરાવવામાં આવે છે. સમગ્ર ઘટનામાં કેટલાક રાજકીય અગ્રણીઓએ વચ્ચે પડીને વલસાડ સીટી પોલીસ મથકમાં સમાધાન કરવામાં આવ્યું હતું. જેમાં સંચાલકો દ્વારા મૃતકના પરિવારજનોને રૂપિયા 10 લાખ અને અત્યાર સુધી થયેલ સારવારનો તમામ ખર્ચ આપવાનું કબુલી લેતા સમગ્ર બાબતે સમાધાન થઈ ગયું હતું.

Intro:કપરાડા તાલુકાના મોટાપોઢા ગામે સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત ગાંધી આશ્રમ શાળામાં બાળકોપાસે સરુ ના ઝાડ કાપવાયા બાદ તેના દાંડા બાળકોના ખભે ઊંચકવી ટેમ્પોમાં ભરવા દરમ્યાન એક વિધરથીને લાકડું જાંગના ભાગે પડતા બાળકની હાલત બગડી અને આખરે લાંબી સારવાર બાદ વિધાર્થી ના મોત બાદ રોષ
ની લાગણી જોવા મળી છે જોકે સમગ્ર ઘટના બાબતે સ્વામીનારાયણ સંસ્થાના સ્વામીજીઓ એ સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જણાવી તેમજ આશ્રમ શાળામાથી વાલી બાળકને લઈ ગયા બાદ તેની તબિયત લથડી હોવાનું જણાવી ને પોતે કરેલી ભૂલ અંગે ઢાક પીછોડી કરવા પ્રયાસ કર્યો હતો આખરે સમગ્ર બાબતે પોલીસ મથક માં સંચાલકોએ પરિજનો સાથે સમાધાન કરી લીધું હતું Body:કપરાડા તાલુકાના મોટાપોઢા ગામે આવેલી ગાંધી આશ્રમમાં ધોરણ 1 થી 10 ના કપરાડા અને ધરમપુર વિસ્તારના આંતરિયાળ ગામોના આદિવાસી વિસ્તારના બાળકો આશ્રમ માં રહી ને શિક્ષણ મેડવે છે પરંતુ સંચાલકો દ્વારા શિક્ષણના નામે બાળકો પાસે મજુરી કરાવવા માં આવતી હોવાનું આજે બનેલા કિસ્સા બાદ બહાર આવવા પામ્યું છે 240 જેટલા વિધાર્થીઓ ધારવતી આશ્રમ શાળા માં તારીખ 19ના રોજ કપિલ જીવન સ્વામી એ સ્કૂલની પાછળના ભાગે આવેલા કેટલાક શરૂ ના ઝાડ કાપવા માટે મજૂરો મૂક્યા એવું કપિલ સ્વામી નું કહવું હતું ક્યારે આશ્રમ શાળા ના વિધરથીઑ મુજબ બે મજૂરો અને બાકીના કેટલાક બાળકો દ્વારા સરુ ના ઝાડ કાપવા માં આવ્યાબાદ કાપેલા ઝાડના દાંડા 15 થી 18 ફૂટ ના ઊંચકી ને ટેમ્પોમાં ભરવા માટે વિધાર્થીઓ ને કહવામાં આવ્યું હતું જેમાં જગદીશ બાબુ ઘૂટિયા રહે પીપલસેત અને અન્ય પણ હતા બાળકો જ્યારે દાંડા ખભે ઊંચકી ને લાવતા હતા ત્યારે દાંડો નો એક તરફ નો ભાગ જગદીશના ખભે થી સરકી જાંગના ભાગે પડ્યો હતો અને તે સમયે થી જ બાળક ને પગ માં તકલીફ ઊભી થઈ હતી જે સમયે સ્થાનિક દવાખાને લઈ જવાયો ત્યાં દવા અને માલિશ નું તેલ આપવામાં આવ્યું હતું પરંતુ સતત ત્રણ દિવસ સુધી દુખવાની ફરિયાદ થતા આશ્રમ સંચાલકો એ તેના પરિજનોને બોલાવી લેતા આખરે જગદીશને તેઓ 22 તારીખના રોજ ઘરે લઈ ગયા હતા તે બાદ જ્યારે દુખાવો વધુ થતા પ્રથમ ધરમપુર સ્ટેટ હૉસ્પિટલ અને જે બાદ વલસાડ સિવિલ અને સુરત લઈ જવાયો પણ ખર્ચ ભોગવી શકે એમ ના હોય પરિજનો બાળક ને ફરી થી વલસાડ કસ્તૂરબા માં લઈ આવ્યા જ્યાં બાળક નો જાંગ નો ભાગ સૂજી અને કાળો થઈ ગયો હતો જે બાદ આજે વિજ્ઞાન સ્વામી ખબર લેવા આવતા જ પરિજનો તેને ઘેરી વળ્યા હતા રોષ ઠાલવતાં પોલીસ પણ સ્થળ ઉપર પોહચી હતી જોકે આખરે સાંજે 9 વાગ્યે બાળકનું મોત થતા પરિજનો માં ભારે રોષ જોવા મળ્યો હતો Conclusion:અત્રે નોધનીય છે કે ઘટના બાદ આશ્રમશાળાના બાળકો એ પણ જણાવ્યું કે દર વખતે બાળકો પાસે ખેતીકામ ના નામે લાકડા ઉપડાવવા લાકડા કપાવવા જેવા મજુરી કામ કરાવવા માં આવે છે તો આજ ની ઘટના અંગે પણ આશ્રમ શાળા આધિકારીને જાણકારી આપવામાં આવી નોહતી સમગ્ર ઘટનામાં કેટલાક રાજકીય અગ્રણીઓ વચ્ચે પડી ને સમાધાન વલસાડ સીટી પોલીસ મથક માં કરવામાં આવ્યું હતું જેમાં સંચાલકો દ્વારા મૃતકના પરિજનોનો રૂપિયા 10 લાખ અને અત્યાર સુધી થયેલ સારવાર નો તમામ ખર્ચ આપવા નું કાબુલી લેતા સમગ્ર બાબતે સમાધાન થઈ ગયું હતું

બાઇટ 1...આશ્રમ શાળા નો વિધાર્થી

બાઇટ 2 કપિલ સ્વામી સ્વામિનારાયણ સંસ્થાના ટ્રસ્ટી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.