- કપારાડાના અનેક ગામમાં તૌકતે વાવાઝોડાના કારણે વરસાદ પડ્યો
- કપરાડાના આંતરિયાળ ગામો આમધા, નલીમધની, માલઘર જેવા ગામોમાં નુકસાન
- અનેક ઘરોના પતરા અને નળિયાં ઉડ્યા, વૃક્ષ ધરાશાયી થવાના પણ બનાવ બન્યા
- આમધા ગામમાં 15થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું
વલસાડઃ સમગ્ર ગુજરાતના માથે તૌકતે વાવાઝોડાનું સંકટ છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ આ વાવાઝોડાની અસરના કારણે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અહીં આમધા ગામના ઝરી ફળિયામાં 15થી વધુ મકાનોને નુકસાન થયું હતું. ગામના સરપંચ અને તલાટીને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. સવારે સરવેની કામગીરી હાથ ધરવામાં આવશે.
અનેક જગ્યાએ ઘરમાં પાણી ઘૂસ્યા
તો નલીમધનીમાં પણ વૃક્ષો પડ્યા છે. મકાનો પર નલિયા પતરા ઉડ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. જ્યારે માલધર, કુકુનિયા, ભગવાન, વાઘમારેમાં વરસાદ થતાં ઘરમાં પાણી ભરાઈ જતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો.
આ પણ વાંચોઃ દરિયાના મોજાએ તિરુવનંતપુરમના ઐતિહાસિક વલિયાથુરા ઘાટને નુકસાન પહોંચાડ્યું
પવન સાથે વરસાદ આવતા કેરીના પાકને નુકસાન
હાલમાં આવનાર બે દિવસમાં વલસાડ જિલ્લાથી પસાર થતા સંભવિત વાવાઝોડાને લઈને લોકોમાં ચિંતા પણ વધી રહી છે. ખાસ કરીને ખેડૂતોએ તૈયાર કરેલી કેરીના પાકને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પવનના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં કેરીનો પાક ધરશાયી થતા નુકસાની જોવા મળતા ખેડૂતો ચિંતિત જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને કારણે ખેતીના પાકને નુકસાન ન થાય તે માટે કૃષિ હવામાન વિભાગે ખેડૂતોને આપી સલાહ
અનેક જગ્યાએ વીજળી ગઈ હતી
કપરાડા અને ધરમપુર આદિવાસી ક્ષેત્રમાં વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. આ કમોસમી વરસાદથી લોકોની ખૂલ્લામાં પડેલી ચીજવસ્તુઓ પલળી ગઈ હતી. તેમ જ આંબા ઉપર રહેલી કેરી નીચે પડી ગઈ હતી. ધરમપુર, કપરાડા જેવા વિસ્તારોમાં ઘરોના પતરા ઉડ્યાના બનાવ બનવા છે. તેમ જ અનેક વૃક્ષો ધરાશાયી થયાની ઘટના સામે પણ આવી હતી. આમ, તૌકતે વાવાઝોડાની અસર વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં જોવા મળી હતી. જ્યારે અનેક જગ્યા ઉપર વૃક્ષો પડતા વીજળી ગૂલના બનાવ પણ બન્યા હતા. જોકે, આ અસર હજી બે દિવસ રેહશેનું હવામાન વિભાગે જણાવ્યું છે.