વલસાડ : આગામી તારીખ 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે. જેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા તારીખ 14 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદીના જન્મ દિવસની સપ્તાહીક નિમિત્તે બીજેપી દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરાયુ જે અંતર્ગત છેલ્લા બે દિવસથી વૃક્ષારોપણ કાર્યક્રમ, સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો વિવિધ ક્ષેત્રમાં કરવામાં આવી રહ્યા છે. પારડી શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા બુધવારે પારડી શહેરમાં આવેલી વિવિધ હોસ્પિટલોમાં કામ કરતા ડૉકટર્સ, નર્સ તેમજ પેરામેડીકલ સ્ટાફને કોરોનાની મહામારી દરમિયાન પોતાના જીવને જોખમમાં નાખીને કામગીરી કરનારા આ તમામ કોરોના વોરિયર્સને મળી ગુલાબનું ફૂલ આપી તેમની કામગીરીને બિરદાવી હતી. તેમજ તેમણે કહ્યું કે, લોકોની નિસ્વાર્થ સેવા કરનાર તમામ કોરોના વોરિયર્સ અને તેઓને દિલથી સલામ છે. આજે પારડી નગરમાં આવેલી સરકારી હોસ્પિટલ મોહનલાલ દયાળ જનરલ હૉસ્પિટલ તેમજ વિવિધ ખાનગી હોસ્પિટલોમાં પહોંચીને ડૉક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફને સન્માનિત કરવામાં આવ્યા હતા.
નરેન્દ્ર મોદીના જન્મ દિવસની સપ્તાહીક નિમિત્તે બીજેપી દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરાયુ મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પૈકી આગામી દિવસમાં પારડી શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવનાર છે તો સાથે સાથે વાત્સલ્ય શાળામાં એટલે કે દિવ્યાંગ બાળકોની શાળામાં પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
નરેન્દ્ર મોદીના જન્મ દિવસની સપ્તાહીક નિમિત્તે બીજેપી દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરાયુ બુધવારે કોરોના વોરિયર્સના સન્માન કાર્યક્રમમાં પારડી શહેર યુવા ભાજપ મોરચાના પ્રમુખ જયસિંહ ભરવાડ, મહામંત્રી કેતનભાઇ પ્રજાપતિ, ભાજપ શહેર પ્રમુખ રાજેશભાઈ પટેલ, પારડી નગરપાલિકાના પ્રમુખ હસુભાઇ રાઠોડ ઉપ-પ્રમુખ સંગીતાબેન પટેલ સહિત પારડી શહેર ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
વડાપ્રધાન મોદીના જન્મ દિવસની સાપ્તાહિક ઉજવણી નિમિત્તે બીજેપી દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરાયું