ETV Bharat / state

કોરોનામાં સરકારી ચોપડે દર્શાવાતા આંકડા કરતાં સ્મશાનમાં આંકડા વધુ છેઃ અર્જુન મોઢવાડીયા - પેટાચૂંટણી 2020

કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર અર્થે આવેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયાએ ગુજરાત સરકાર ઉપર કોરોનાના આંકડા દર્શાવવા માટે ગંભીર આક્ષેપો કરી દાવો કર્યો કે સરકાર આંકડા ખોટા દર્શાવી રહી છે. તેમણે સરકારને આડે હાથ લેતાં કહ્યું કે, કોરોનાના લોકડાઉનના કાળમાં સરકાર લોકોને સારવાર આપવામાં નિષ્ફળ નીવડી છે.

કોરોનામાં સરકારી ચોપડે દર્શાવાતા આંકડા કરતાં સ્મશાનમાં આંકડા વધુ છેઃ અર્જુન મોઢવાડીયા

author img

By

Published : Oct 23, 2020, 1:51 PM IST

  • કપરાડા વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસ નેતા મેદાનમાં
  • અર્જુન મોઢવાડીયાએ કોરોના મોતના આંકડા અંગે કર્યો આક્ષેપ
  • કોરોનાથી મોતના આંકડા સરકારી ચોપડા કરતાં સ્મશાનમાં વધુ

વલસાડઃ આગામી તારીખ 3 નવેમ્બરના રોજ આવી રહેલ કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ વરઠાના પ્રચાર માટે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયાએ મોટી તંબાડી અને કોપરલી ઝરીકુંડી ખાતે સભા સંબોધી હતી. જેમાં સરકાર ઉપર આક્ષેપો કર્યા કરતા કહ્યું કે, ધારાસભ્યોનો ખરીદ વેચાણ સંઘ શરૂ કર્યો છે. કોરોના મહામારી માટે તેમને સરકારને આડે હાથ લેતાં આક્ષેપ સાથે દાવો કર્યો કે, ગુજરાતમાં કોરોનાનો મૃત્યુ દર ખૂબ ઊંચો છે. જે આંકડો બતાવવામાં આવે છે એના કરતાં 10 ગણાં મૃત્યુ સ્મશાનમાં નોંધાય છે. કોરોના કાળમાં.સરકારે પ્રજા સાથે ઉભા રહેવાની જરૂર હતી. તેના બદલે પ્રજાને ત્રાસ આપ્યો છે. સરકાર કોરોનાની સારવાર ઉપલબ્ધ કરાવી ન શકી એટલે ખાનગી હોસ્પિટલને બખ્ખાં થયાં છે. જેના કારણે પ્રજા લૂંટાઈ રહી છે. આમ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છેના આક્ષેપો અર્જુનભાઈએ કર્યા હતાં.

અર્જુન મોઢવાડીયાએ કોરોના મોતના આંકડા અંગે કર્યો આક્ષેપ
  • પ્રજાએ આ બેઠક પર કોંગ્રેસને હંમેશા સાથ આપ્યો છે

તેમણે જૂનાં સ્મરણો યાદ કરાવતાં જણાવ્યું કે વર્ષો પહેલાં અહીંના દિગ્ગજ નેતા ઉત્તમભાઈ પટેલ પણ અપક્ષથી ચૂંટણી લડી હતી.તે સમયે પણ પ્રજાએ માત્ર કોંગ્રેસને સાથ આપ્યો હતો. કપરાડાની પ્રજા અગાઉ પણ માત્ર પંજાને સાથ આપ્યો હતો. આ વખતે પણ ચોક્કસ વિજય મળશે. તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે, આજે અર્જુન મોઢવાડીયા સાથે કોંગ્રેસના પ્રવક્તા સહિત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત અનેક કોંગ્રેસીઓ જોડાયાં હતાં.

આક્ષેપઃ ખાનગી હોસ્પિટલોને બખ્ખાં થઈ ગયાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.