- વલસાડ જિલ્લામાં ખાલી પડેલી 96 જગ્યા ઉપર કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી કરાઈ
- જિલ્લા પંચાયત આરોગ્ય કચેરીએ મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ જોવા મળ્યા
- મેરીટના આધારે તેમને વિવિધ આરોગ્ય કેન્દ્ર ની ફાળવણી કરાઈ
- જિલ્લા આરોગ્ય વિભાગમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની નિમણૂક કરાઈ
વલસાડ: જિલ્લા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી 96 જેટલી જગ્યાઓ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ખાલી પડેલી છે. જેની ભરતી માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જે પૈકી સરકાર દ્વારા ગત વર્ષમાં 231 જેટલી જગ્યાઓ મંજૂર કરાઇ હતી. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 135 જેટલી જગ્યાઓ ભરેલી છે અને હાલમાં જિલ્લામાં 96 જગ્યાઓ ખાલી હાલતમાં હતી, ત્યારે આજે શનિવારે નિમણૂક પામીને આવેલા 62 જેટલા લોકોની ભરતી મેરીટના આધારે જે તે આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવી છે.
આ પણ વાંચો : વલસાડ હાઇવે ઉપર આરોગ્ય વિભાગની ટિમ સતર્ક, જિલ્લામાં પ્રવેશતા લોકોનું કરાઈ રહ્યુ છે સ્ક્રીનીંગ
ઉમરગામ વિસ્તારના આરોગ્ય કેન્દ્ર પર વધુ પસંદગી ઉતારી
વલસાડ જિલ્લામાં આવેલા વિવિધ આરોગ્ય કેન્દ્રો ઉપર ખાલી પડેલી કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા ભરવા માટે હાલ સરકારે ગત વર્ષમાં ભરતી કરી છે. જે પૈકી એક 231 લોકોને વલસાડ જિલ્લામાં મંજુર કરવામાં આવ્યા છે અને ખાલી પડેલી જગ્યા માટે આજે નિમણૂક કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગરથી નિમણૂક લઈને આવેલા અનેક યુવક- યુવતીઓએ ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં પોતાની નિમણૂક લેવાનું ટાળ્યું હતું અને વધુમાં લોકોએ ઉમરગામ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં પોતાની નિમણૂક મળે તે માટે પ્રથમ પસંદગી ઉતારી હતી. હાલમાં વલસાડ જિલ્લામાં 62 લોકોની નિમણૂક કર્યા બાદ 34 જગ્યાઓ ખાલી પડી છે.
62 લોકોની નિમણૂક થયા બાદ પણ 34 જગ્યાઓ ખાલી
વલસાડ જિલ્લામાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે આજે નિમણૂક કરવામાં આવી હતી. જેમાં મોટાભાગે ઉમરગામ તાલુકાના આરોગ્ય અને સબ સેન્ટર ઉપર નિમણૂક પામ્યાં છે. ત્યારે ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં આવેલા આરોગ્ય સેન્ટર ઉપર જવા માટે નિમણૂક પામેલા લોકો તૈયાર નથી. જેના કારણે આવી કેટલીક જગ્યાઓ હાલમાં પણ ખાલી પડી છે. જેમાં પણ ચોત્રીસ જેટલી જગ્યાઓ હજૂ પણ ખાલી પડી છે. જે આગામી દિવસમાં નવા નિમણૂક પામીને આવનારા લોકોથી ભરવામાં આવશે.
આ પણ વાંચો : વલસાડ આરોગ્ય વિભાગની ટોબેકો નિયંત્રણ ટીમ દ્વારા સરકારી કચેરીમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાતા ફફડાટ
જિલ્લા આરોગ્ય વિભાગને નવું પીઠ બળ મળ્યું
આમ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 62 જેટલી જગ્યાઓ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ભરતી કરવામાં આવ્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગને નવું પીઠ બળ મળ્યું છે. આગામી દિવસમાં વિવિધ કામોમાં આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આ તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવશે.