ETV Bharat / state

લ્યો બોલો! નારગોલમાં આસ્થા રૂપ બ્રહ્મકમળ પુષ્પની ચોરી થઈ, ઘટના CCTVમાં કેદ - Nargol Gram Panchayat

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે એક ઇસમે બ્રહ્મકમળ પુષ્પ તોડી ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે, આ બ્રહ્મકમળ પુષ્પ માત્ર ચોમાસામાં જ એકવાર ખીલે છે અને આસ્થાનું પ્રતિક મનાઇ છે.

nargol
નારગોલમાં આસ્થા રૂપ બ્રહ્મકમળ
author img

By

Published : Aug 1, 2020, 2:19 PM IST

વલસાડ: ઉમરગામ તાલુકાના નારગોલ ગામે જવાહર રોડ ખાતે રહેતા જયમતીબેન રમણભાઈ ભગતે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ઘર કમ્પાઉન્ડમાં આવેલા ગાર્ડનમાં બ્રહ્મકમળનું પુષ્પ ઉગ્યું હતું.

લો બોલો! નારગોલમાં આસ્થા રૂપ બ્રહ્મકમળ પુષ્પની ચોરી થઈ, ઘટના CCTVમાં કેદ
ગુરુવારે રાત્રીના અગિયાર કલાક આસપાસ નારગોલ ગ્રામ પંચાયતની પાછળ રહેતા તહોમતદાર નદીમ અસલમ શેખ પુષ્પના દર્શન કરવા આવ્યો હતો. તેણે આ બ્રહ્મકમળ પુષ્પ તોડી ચોરી લઈ ગયો હતો. વધુમાં ગાર્ડનની ગ્રીલ તોડી નુકસાન પણ કર્યું હતું.

આ સમગ્ર બનાવની ઘટના CCTV કેમેરામાં કેદ થતા ચોરીની ઘટના ઉજાગર થઈ હતી. તથા ભગત પરિવારના હેતલભાઈના જણાવ્યા અનુસાર આ આરોપી ઇસમે અગાઉ પણ નાની મોટી ચોરી નારગોલ વિસ્તારમાં કરી છે. આ બનાવ અંગે નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.