બનાસકાંઠા: સમગ્ર દેશમાં હાલ લોકડાઉન છે. આ લોકડાઉનમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે લોકો ગંભીર બિમારીથી પીડાતા હોય છે. તેવા થેલેસેમીયા અને બ્લડ કેન્સર પીડિત લોકો માટે બ્લડની ખૂબ મોટી જરૂરિયાત હોય છે.
રવિવારે રૂપપૂરા ગામે જન મિત્ર ગ્રુપના સદસ્ય હાર્દિક ભાઈ ચૌધરીએ મધર ડે નિમિત્તે કોરોના મહામારી અને લોકડાઉનમાં સરકારની ગાઈડ લાઈન મુજબ સાવચેતી અને ડિસ્ટન્સ રાખી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું.
કોરોના વાઈરસના ફેલાવાના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં થેલેસેમીયા રોગ અને બ્લડ કેન્સરથી પીડાતા દર્દીઓની હાલત કફોડી બની છે. કેમ કે, થેલેસેમીયાના દર્દી અને બ્લડ કેન્સર દર્દીઓ બ્લડ દર પંદર દિવસે બદલવામાં આવતું હોય છે. લોકડાઉનની પરિસ્થિતિમાં દર્દીને બ્લડ મેળવવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે.
એકાએક લોકડાઉનની પરિસ્થિતિ નિર્માણ થવાથી આવા દર્દીઓના જીવ નું જોખમ વધી જાય છે. બીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે. સરકારી બ્લડ લેબોરેટરીમાં પણ બ્લડની અછત સર્જાતા આવા દર્દીઓની સ્થિતિ ગંભીર બની જાય છે.
દેશના વડાપ્રધાન દ્વારા પણ મન કી બાત કાર્યક્રમમાં લોકડાઉનની પરિસ્થિતિમાં થેલેસેમીયા તેમજ બ્લડ કેન્સર દર્દીઓ માટે બ્લડ મેળવવું ખૂબ જરૂરી હોય આવા દર્દીઓના બ્લડ તાત્કાલિક ધોરણે પોહચાડવા અનુરોધ કર્યો છે. બ્લડ ડોનેશન કરતી લેબોરેટરીમાં બ્લડ ડોનેટ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.
રૂપપૂરા ગામમાં જન મિત્ર ગ્રુપના યુવાનો દ્વારા મધર ડે નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી 50 જેટલી બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી. આવા લોકડાઉનના સમયે કરવામાં આવેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં ઉત્સાહ પૂર્વક યુવાનો જોડાયા હતા.