ETV Bharat / state

વલસાડ: ST બસના પાછળના વ્હીલમાં આવી જતાં બાઈક સવાર દંપતીનું મોત - Road Accident

વલસાડથી કપરાડા તરફ જઈ રહેલી ST બસના ચાલકે બસને રોડની સાઈડમાં દબાવતા પાછળ બાઈક પર આવી રહેલા બાઈક સવાર દંપતી બસના પાછળના વ્હીલમાં આવી જતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં. અકસ્માત બાદ લોકો ભેગા થઈ ગયા હતાં. જ્યારે STનો કર્મચારી પોલીસ મથકમાં હાજર થઈ ગયો હતો. બાઈક સવાર દંપતી કામ અર્થે વલસાડ જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વલસાડ અકસ્માત
વલસાડ અકસ્માત
author img

By

Published : Jan 4, 2021, 5:30 PM IST

  • RPF ગ્રાઉન્ડ ધરમપુર રોડ પર બની અકસ્માતની ઘટના
  • ST પાછળ બઈક સવાર દંપતી અથડાતાં બન્નેના મોત
  • અકસ્માત બાદ ST ડ્રાઈવર પોલીસ મથકમાં હાજર થઈ ગયો

વલસાડ: વલસાડથી કપરાડા તરફ જઈ રહેલી ST બસના ચાલકે બસને રોડની સાઈડમાં દબાવતા પાછળ બાઈક પર આવી રહેલા બાઈક સવાર દંપતી બસના પાછળના વ્હીલમાં આવી જતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં. અકસ્માત બાદ લોકો ભેગા થઈ ગયા હતાં. જ્યારે STનો કર્મચારી પોલીસ મથકમાં હાજર થઈ ગયો હતો. બાઈક સવાર દંપતી કામ અર્થે વલસાડ જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ST બસના પાછળના વ્હીલમાં આવી જતાં બાઈક સવાર દંપતીનું મોત

વલસાડથી કપરાડા જઈ રહેલી એસ ટી બસ નંબર જી જે 19 ઝેડ 2610 વલસાડથી નીકળી ધરમપુર રોડ ઉપર પસાર થઇ રહી હતી ત્યારે આર પી એફ ગ્રાઉન્ડ નજીકમાં રોડની સાઈડ કાપી બસ બાજુમાં ઉતારવા જતા બસની પાછળ આવી રહેલા બાઈક નંબર જી જે 15 એ એફ 6406 ઉપર સવાર ટંડેલ દંપતી એસ ટી બસના પાછળના વ્હીલમાં આવી જતા ઘટના સ્થળે બન્નેના મોત થયા હતા.

માર્ગમાં આવતા વાહન ચાલકોએ 108ને જાણ કરી

વહેલી સવારે બનેલી ઘટનાને લઈ માર્ગ ઉપરથી પસાર થતાં લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણકારી આપતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ધીરુભાઈ ટંડેલ અને તેમના ધર્મપત્ની હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત બાદ ST ચાલક પોલીસ મથકે હાજર થયો

અકસ્માત બાદ એસટીનો ચાલક ખુદ વલસાડ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. વહેલી સવારે બનેલી આકસ્માતની આ ઘટનાએ લોકોમાં ભારે ચર્ચા જગાવી હતી. ઘટના બાદ પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતકના પરિવારજનોને ઘટના અંગે જાણકારી આપી હતી. બાદમાં મૃતક બન્ને લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.