વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વલસાડ પોલીસ હેડ કોટર ખાતે પોલીસ કર્મચારી અને તેમના પરિવાર માટે બડા ખાના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક પોલીસ પરિવાર એકબીજા સાથે મળી મુક્ત મને ચર્ચા કરી શકે તેમ જ હળવાશની પળ તેમના પરિવાર સાથે માણી શકે તેવો હતો.
આ કાર્યક્રમમાં જાણીતા ગાયક ભાવિન શાસ્ત્રી દ્વારા દેશભક્તિ ગીતો રજુ કરવામાં આવ્યા હતા સમગ્ર જિલ્લામાંથી આવેલા PSI, PI અને DYSP કક્ષાના અધિકારીઓ દેશભક્તિ ગીતો ઉપર મનમૂકીને ઝુમ્યા હતા. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેકટર સી આર ખરસાણ અને વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી સહિત અનેક અગ્રણીઓ તેમજ પારડી વલસાડ અને ધરમપુરના ધારાસભ્યએ પણ હાજરી આપી હતી.