ETV Bharat / state

કપરાડામાં બનેવીએ સાળાના મિત્ર પર કર્યો જીવલેણ હુમલો - gujaratinews

વલસાડઃ કપરાડા તાલુકાના બાબરખડક ગામમાં બનેવીએ સાળાના મિત્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. સાળાની બાઇક લઈને ફરતા મિત્રને બનેવીએ લોખંડના સળિયા વડે હુમલો કરતા લોખંડનો સળિયો હાથની આરપાર થયો હતો. જેને સારવાર માટે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

કપરાડામાં બનેવીએ સાળાના મિત્ર પર કર્યો જીવલેણ હુમલો
author img

By

Published : May 31, 2019, 9:06 AM IST

કપરાડાના બાબર ખડક ગામે લગ્નમાં હાજરી આપવા માટે આવેલા વિગ્નેશ અરવિંદ બારીયાને લજીત બશિર શેખે ધમકી આપી હતી. સલમાનના સાળાએ વિગ્નેશને લાકડા અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. જેમાં લોખંડનો સળિયો વિગ્નેશના હાથની આરપાર થયો હતો. ઘટનામાં લજીત શેખ અને વિગ્નેશ પટેલે પોલીસ ફરિયાદ કરી હતી.

યુવક સાથે થયેલ મારામારીને લઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. વિગ્નેશ અને લજીત બંને વલસાડ સિવિલમાં પોલીસની નજર હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.

Intro:કપરાડા તાલુકાના બાબરખડક ગામે સાળા બનેવીની મન મુટાવ માં સાળા ના મિત્રને બનેવી એ વોર્નિંગ આપવા છતાં પણ સાળાની બાઇક લઈને ફરતા મિત્ર ને બનેવી એ લોખંડના સળિયા વડે હુમલો કરતા લોખંડ નો સળિયો સાળા ના મિત્ર ને હાથ ની આરપાર થઈ ગયો હતો જેને સારવાર માટે વલસાડ સિવિલ માં લઇ જવામાં આવ્યો હતો

Body:કપરાડા ના બાબર ખડક ગામે ગત તારીખ 24 ના રોજ લગ્ન માં હાજરી આપવા માટે આવેલ વિગ્નેશ અરવિંદ બારીયા ને લજીત બશિર શેખ એ ધમકી આપી હતી કે તું મારા સાળા સલમાન સાથે ફરવાનું બંધ કરી દેજે નહીં તો તને ભારી પડશે જોકે તેમ છતાં પણ વિગ્નેશ ગત રોજ સલમાન ની બાઇક લઇ ને બાબર ખડક ગામ થી ડુંગરી ફળીયા રાત્રે 12 વાગ્યે જતો હતો ત્યારે સલમાન ના સાળા એ વિગ્નેશને આંતરી ને તેના ઉપર લાકડા અને લોખંડ ના સળિયા વડે હુમલો કર્યો હતો જેમાં લોખંડ નો સળિયો વિગ્નેશના જમણા હાથ માં કોની નીચે થી આરપાર થઈ ગયો હતો જોકે થયેલ મારામારીમાં વિગ્નેશ સાથે હાજર નરેદ્ર એ વિગ્નેશને ત્યાં થી ઉઠાવી લઈ જઈ કોઈ નજીકના ઘરે મૂકી આવ્યા બાદ સંજય અરવિંદ પટેલ, દિપક ગુલાબ ભાઈ,નંદુ ગુલાબભાઈ લજીત ઉપર હુમલો કર્યો અને તેને માર મારતા મોઢું અને ચેહરા ના ભાગે ધિક્કા મુક્કી નો માર મારતા દાંત તોડી પાડ્યો હતો ઘટના માં લજીત શેખ અને વિગ્નેશ પટેલે સામ સામે પોલીસ ફરિયાદ કરી હતી

Conclusion:નોંધનિય છે કે વિધર્મી યુવક સાથે થયેલ મારામારી ને પગલે વાતાવરણ ન ડોહળાય તેવા હેતુ થી પોલીસ સ્થળ ઉપર પોહચી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી જોકે હાલ લજીત શેખ જે મારનાર સંજય ,દિપક અને નંદુ ની ધરપકડ કરી હતી જ્યારે ઇજા પામનાર વિગ્નેશ અને લજીત બન્ને વલસાડ સિવિલ માં પોલીસ ની નજર હેઠળ સારવાર લઈ રહ્યા છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.