ETV Bharat / state

વલસાડઃ જમીનની તપાસ કરવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો, 4 સામે ફરિયાદ - Special Operations Group

ઉમરગામ તાલુકાના કરમબેલા ગામે જમીનનો કબ્જો લેનાર વિરુદ્ધ જમીન માલિકે ફરિયાદ નોંધાવ્યા બાદ તેની તપાસ માટે ગયેલા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના કર્મચારીઓ પર 4 ઈસમોએ હુમલો કર્યો હતો. જે ઘટના બાદ ભિલાડ પોલીસ મથકમાં હુમલો કરનારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

જમીનની તપાસ કરવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો

author img

By

Published : Dec 18, 2020, 3:10 PM IST

  • કરમબેલા ગામે જમીનનો કબ્જો લેનાર વિરુદ્ધ જમીન માલિકે નોંધાવી હતી ફરિયાદ
  • કરમબેલામાં પોલીસ પર 4 ઈસમોએ હુમલો કર્યો
  • જમીન માલિકીના મુદ્દે તપાસ કરવા જતા હુમલો કર્યો

વલસાડઃ જિલ્લાના ભિલાડ પોલીસ મથકની હદમાં આવતા કરમબેલામાં જમીન મુદ્દે અરજદાર દ્વારા પોલીસ મહાનિરીક્ષક સુરતને ફરિયાદ કર્યા બાદ, તે અંગે સ્થળ ચકાસણી કરવા ગયેલા સરકારી કર્મચારીઓ પર જમીનનો કબજો ધરાવનારા ત્રણ ઈસમોએ ગેરવર્તન કરી, સરકારી ફરજમાં રુકાવટ ઉભી કરી હતી, તેમજ અન્યોને માર મારતા ભીલાડ પોલીસ મથકમાં ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

જમીનની તપાસ કરવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો
જમીનની તપાસ કરવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો

જમીન પર ગેરકાયદેસરનો કબજો કર્યો હોવાની નોંધાઈ હતી ફરિયાદ

આ અંગે મળતી વિગતો મુજબ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલા ખાતે નવો સર્વે ન.171 વાળી જગ્યા અંગે અરજદાર બાબુ ધોડીએ પોલીસ મહાનિરીક્ષક, સુરતને 7મી ડિસેમ્બરના રોજ લેખિત ફરિયાદ કરી જયકાંત શિવશંકર ભટ્ટ, ધર્મેન્દ્ર જયકાંત ભટ્ટ અને વિવેક જયકાંત ભટ્ટે ગેરલાભ લેવા માટે 31/05/84 ના રૂપિયા 10 ના સ્ટેમ્પ પેપર પર 25/06/91 ના રોજ ખોટા કરાર બનાવી અરજદારના ભાઈ જગન ધોડીની ખોટી સહી કરી જમીન પર ગેરકાયદેસરનો કબજો કર્યો હોવાની ફરિયાદ કરી હતી.

જાનથી મારી નાખવાની આપી હતી ધમકી

જે અરજી અંગે કબજો ખરેખર કોનો છે, તેની તપાસ કરવા સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપના કર્મચારીઓ ત્યા ગયા હતા તે સમયે ઉપરોક્ત ત્રણેય ઈસમોએ સરકારી ફરજમાં રુકાવટ ઉભી કરી, ગેરવર્તન કરી, જમીનની સ્થળ ચકાસણી કરતા રોકી અરવિંદ પાંચાલને લાકડાનો ફટકો મારી અને અન્યને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ભીલાડ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

આ ઘટનાને લઈ હુમલો કરનારા ત્રણ ઈસમો સહિત મહિલા ભાવીની જયકાંત ભટ્ટ સામે ઓપરેશન ગ્રૂપના સરકારી કર્મચારીએ ભીલાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.