ETV Bharat / state

વલસાડ સિવિલમાં કોરોના દર્દીને યોગ્ય સુવિધા આપવા આમઆદમી પાર્ટીએ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું

વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોવિડ 19 વોર્ડમાં સારવાર લેવા આવતા દર્દીને સુવિધાઓ મળે તે હેતુથી વલસાડ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. તેમજ દર્દીને સુવિધા આપવાની માંગ કરી છે.

Valsad Civil
વલસાડ સિવિલ
author img

By

Published : Jul 23, 2020, 9:58 AM IST

વલસાડ : જિલ્લામાં કોરોનાના દર્દીની સંખ્યા 400ના આંકડાને પાર થઈ છે. ત્યારે આવા સમયે વલસાડ સિવિલમાં બનાવવામાં આવેલ કોવિડ 19 વોર્ડમાં દર્દીઓને અનેક સુવિધા મળતી નથી. વલસાડ સિવિલમાંથી અનેક કોવિડ દર્દીના સ્વજનો દ્વારા આક્ષેપો અને ફરિયાદો મળતી હોય છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઇને વલસાડ આમ આદમી પાર્ટીએ 9 જેટલા મુદ્દાઓની માંગ સાથે દર્દી અને ડોકટરો બંનેને સવલત મળે તે હેતુથી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

  • સુવિધાઓ જેવી કે,
  1. દરેક દર્દીને માસ્ક સમયસર આપવામાં આવે
  2. કોવિડ 19 વોર્ડમાં બેડ અને બેડશીટ નિયમિત રીતે બદલાય
  3. વોર્ડમાં સાફસફાઈ નિયમિત કરવામાં આવે
  4. સમયસર દર્દીઓને ઇન્જેક્શન અને દવાઓ મળી રહે
  5. કોરોના વોરોયર્સ ડોકટરોને પીપીઇ કીટ અને એન 95 માસ્ક આપવામાં આવે
  6. ક્વોલિફાઇડ ડોકટરો મારફતે તપાસ અને સારવાર
  7. દર્દીઓને પીવાનું શુદ્ધ પાણી મળે
  8. દર્દીના સગાંવહાલાં માટે દર્દીની જાણકારી મળી રહે એ માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવે
  9. દર્દી અને કોરોનાનો વ્યાપ વધતા વધુ ડોકટરો ત્યાં ઉપલબ્ધ કરાવવા

વલસાડ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રધાનો અને હોદેદારોએ વલસાડ જિલ્લાના નાયબ કલેક્ટરને મળીને પોતાનું આવેદન પત્ર આપીને આ તમામ માંગ પૂર્ણ કરવા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.