ETV Bharat / state

વલસાડ: માલવણ ગામે રહેતા યુવકે પોતાની કોઠાસૂઝથી બનાવ્યા અવનવા ગેજેટ્સ - malvan village boy

માલવણ ગામે રહેતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયેલા યુવાને પોતાની કોઠાસૂઝ અને આવડતો દ્વારા અવનવા ગેજેટ બનાવ્યા છે, જે હાલમાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. પોતે ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક બંનેની જાણકારી હોવાને કારણે પોતાની કોઠાસૂઝ દ્વારા હાથવગા સાધનોનો ઉપયોગ કરી અવનવા મોડેલ બનાવ્યા છે, જેમાં ખેડૂતો માટે નાની સાઇકલના પૈડાનો ઉપયોગ કરીને આપ મેળે જ ચાલતા દવા છાંટવાના પંપથી લઈ ગ્રાસ કટીંગ મશીન સહિત વીજ પ્રવાહ પેદા કરતા ઇલેક્ટ્રિક ઝુલા સહિત અનેક મોડેલો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

z
z
author img

By

Published : Jun 27, 2021, 9:09 PM IST

  • વીજ પ્રવાહ પેદા કરતા ઇલેક્ટ્રિક ઝુલા
  • સાયકલના ટાયરનો ઉપયોગ કરી દવા છાંટવાનો પંપ બનાવ્યો
  • ગ્રાસ કટિંગ મશીન, ટેન્ક સફાઈ મશીન વગેરે ઘરવપરાશના સાધનો બનાવ્યા

વલસાડ: માલવણ ગામના નાનકડા ઘરમાં રહેતા પટેલ પરિવારના યુવકે પોતાની કોઠાસુઝથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ બંને સાધનોનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં અનેક ગેજેટ્સ બનાવ્યા છે. આ ગેજેટ્સ હાલમાં એન્જિનિયરિંગ કરનારા તમામ વિદ્યાર્થીઓને આકર્ષી રહ્યા છે, તેની પાછળનું કારણ છે કે, એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પ્રકારના વિવિધ મોડલ બનાવતા હોય છે અને તે પૈકીના કેટલાક મોડલ્સ માલવણ ગામના યુવાને બનાવ્યા છે.

અદભુત કૌશલ ધરાવતો યુવક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ BEની ડીગ્રી ધરાવે છે

માલવણ ગામે રહેતો અક્ષય પટેલ છેલ્લા કેટલાક સમયથી અવનવા મોડેલ બનાવીને સ્થાનિકોને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે, અક્ષય પટેલ દાહોદ ખાતેથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. હાલમાં તે દમણની કંપનીમાં ફરજ બજાવે છે, રજાના દિવસો દરમિયાન તે પોતાની મનગમતી ચીજો બનવવાની કામગીરી કરે છે.

અક્ષયે પોતાની કોઠાસૂઝથી બનાવ્યા અવનવા ગેજેટ્સ

આ પણ વાંચો: ભુજના સાહિન ધ સાઈન્ટિસ્ટે વેસ્ટમાંથી 100થી વધુ ગેજેટ્સ બનાવ્યા

નાનપણથી જ યુવાન નવું સંશોધન કરવા માટે ઉત્સાહીત રહેતો હતો

નાનપણથી જ આ યુવકને અવનવી શોધ કરી કંઈક નવું નવું બનાવવાની તાલાવેલી લાગી હતી. નાનપણમાં પોતાની સાયકલમાં વિવિધ પ્રકારની લાઇટની વ્યવસ્થા બનાવીને લગાવવાની પ્રક્રિયાથી શરૂ થયેલી તેની આ કારીગરી હાલ અવનવા ગેજેટ બનાવવા સુધી પહોંચી છે. વર્ષ 2017માં આ યુવકે હેલ્મેટ બનાવ્યું હતું જેને પહેર્યા બાદ જ પોતાની બાઈક સ્ટાર્ટ થઈ શકતી હતી.

અત્યાર સુધીમાં યુવકે અવનવા મોડેલ બનાવ્યા

માલવણના અક્ષર પટેલે અત્યાર સુધીમાં અવનવા ગેજેટ બનાવ્યા છે. જેમાં ફાયર એકસ્ટેન્ડ યુસર જે રિમોટ કંટ્રોલની મદદથી ચાલતું હતું, જ્યારે પણ કોઇ સ્થળે આગ જેવી ઘટના બને તો તેવા સ્થાન ઉપર જ્યાં મનુષ્ય જઈ ન શકતો હોય એવા સ્થળે આ પ્રકારનું રિમોટ કંટ્રોલથી ચાલતું રોબોટ આગ લાગવાના સ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરી શકે છે, તો સાથે જ હાલમાં ગ્રાસ કટર તેમજ નાની સાયકલના ટાયરનો ઉપયોગ કરીને દવા છાંટવાનું મશીન એટલે કે, હાલમાં સેનીટાઇઝર છંટકાવ કરવા માટે પણ ઉપયોગમાં આવે તેવું મશીન બનાવ્યું છે. ઉપરાંત એવા પણ કેટલાક ગેજેટ્સ ઇલેક્ટ્રોનિક માધ્યમથી બનાવ્યા છે કે, જેમાં વીજ પ્રવાહ ઉત્પન્ન કરી શકાયન એવા પ્રકારનો ઝૂલો બનાવ્યો છે જેને ઝૂલવાથી વિજળી ઉત્પન્ન થતી રહે.

યુવક દ્વારા બનાવેલા મોડલનું આસપાસના યુવાનોમાં આકર્ષણ

ઈલેક્ટ્રીક અને ઈલેક્ટ્રોનિક સાધનોની મદદથી તૈયાર કરાયેલા મોડલ આસપાસના યુવાનોનું આકર્ષણનું કેન્દ્ર છે અને હજુ પણ અવિરત પણે મોડલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા અનેક યુવાનો તેની પાસેથી તેની આ કોઠાસૂઝ જોવા માટે આવતા હોય છે એટલું જ નહીં તેની આ કામગીરીમાં તેના પિતા પણ તેની મદદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: શરીરના તાપમાન અને સ્વાસ્થ્યની નોંધ રાખતું અનોખું ગેજેટ, યોગ્ય સમયે બચાવશે વાયરસથી

અક્ષય આપે છે અનેક લોકોને સલાહ

આમ વલસાડ નજીક આવેલા નાનકડા એવા માલવણ ગામમાં રહેતા અક્ષય પટેલ નામના યુવાને પોતાની મહેનત પોતાની આવડત અને કોઠાસૂઝથી અનેક પ્રકારના મોડેલ બનાવ્યા છે અને જે હાલમાં અને યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર છે. અનેક એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા યુવાનોને તેની પાસેથી આ પ્રકારના વિવિધ મોડેલ બનાવવા માટે પણ અનેક યુવાનો તેની સલાહ લેવા આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.