ETV Bharat / state

વલસાડ અને સંઘપ્રદેશમાં 2 દિવસમાં 437 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 11ના મોત - valsad positive cases

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ મળીને રવિવારે 245 કેસ નોંધાયા બાદ સોમવારે આ ત્રણેય વિસ્તારો મળીને ફરી 192 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રવિવારે 5 અને સોમવારે 6 દર્દીના મોત થયા હતા.

વલસાડ
વલસાડ
author img

By

Published : Apr 20, 2021, 12:31 PM IST

  • વલસાડમાં 71 પોઝિટિવ, 6ના મોત
  • દાદરા નગર હવેલીમાં 79 પોઝિટિવ
  • સંઘપ્રદેશમાં 12 કલાકનો રાત્રી કર્ફ્યૂ

વાપી: વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં છેલ્લા 2 દિવસમાં જ 437 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 11 દર્દીઓના મોત થયા છે. આ ત્રણેય વિસ્તારમાં રવિવારે સ્વૈચ્છીક લોકડાઉન હતું તે બાદ પણ કોરોનામાં આટલા બધા કેસ સામે આવતા વહીવટીતંત્ર વધુ સાવચેત બન્યું છે.

સરકારી આંકડાઓ
સરકારી આંકડાઓ

5 દર્દીના મોત

વલસાડ જિલ્લામાં સોમવારે 71 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે 6 દર્દીઓના મોત થયા હતા. વલસાડ જિલ્લામાં રવિવારે સ્વૈચ્છિક બંધના દિવસે પણ 61 કોરોના પોઝિટિવ અને 5 દર્દીના મોત નિપજ્યા હતા. રવિવારે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે સત્તાવાર કરેલી જાહેરાત મુજબ અત્યાર સુધીમાં કુલ 2,101 દર્દીઓ છે, જેમાંથી 416 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 187 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. જેમાંથી 1,498 દર્દીઓ સાજા થયા છે.

આ પણ વાંચો:વાપીમાં કોરોના કેસ વધતા વેક્સિનેશન કામગીરીને વેગ અપાયો

વલસાડમાં 416, દાનહમાં 791 એક્ટિવ દર્દી

વલસાડની સરખામણીએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વધુ ચિંતાજનક પ્રદેશ બન્યા છે. દાદરા નગર હવેલીમાં રવિવારે 160 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા બાદ સોમવારે 79 દર્દીઓનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. દાદરા નગર હવેલીમાં હાલ 791 એક્ટિવ દર્દીઓ છે. 1,953 દર્દીઓ રજા મેળવી ચુક્યા છે.

સરકારી આંકડાઓ
સરકારી આંકડાઓ

RT-PCR અને વેક્સિનેશનની કામગીરી વધુ તેજ

સંઘપ્રદેશ દમણમાં પણ સોમવારે 42 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દમણમાં એ સાથે એક્ટિવ દર્દીની સંખ્યા 293 થઈ ચૂકી છે. બંને પ્રદેશમાં સતત વધતા કેસને લઈને પ્રશાસને રાત્રી કરફ્યુ સાંજના 6 થી સવારના 6 સુધી કર્યો છે. સરહદ પર કડક સુરક્ષા ગોઠવી RTPCR અને વેકસીનેશનની કામગીરી વધુ તેજ કરી છે. એ ઉપરાંત પ્રદેશની ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટર માટે મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો:કોરોનાનો કહેર: વલસાડમાં 2 દર્દીના મોત સાથે 5 નવા કેસ નોંધાયા, દમણમાં 9, સેલવાસમાં 12 નવા કેસ

સરકારી આંકડા મુજબ બે દિવસમાં 11 મોત

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણની ચેઇનને તોડવા વલસાડ, દાદરા નગર હવેલી અને દમણમાં રવિવારના દિવસે સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. તેમ છતાં કેસમાં સતત વધારો નોંધાયો છે. તો બિન સત્તાવાર મૃત્યુ દર પણ ખૂબ જ વધારે છે. સરકારી આંકડા મુજબ બે દિવસમાં માત્ર 11 દર્દીના મોત છે. જ્યારે સ્મશાનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આંકડો 50 ને પાર હોવાનું જાણવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.