- વલસાડ જિલ્લામાં આજે 30 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- કોરોનાનો આંકડો વલસાડ જિલ્લામાં 1,722 પર પહોંચ્યો
- 1362 લોકો સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી
- વલસાડ જિલ્લામાં વધી રહ્યો છે ચિંતાજનક રીતે કોરોનાનો આંકડો
વલસાડ: જિલ્લામાં હાલ દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ વધતાની સાથે દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે આરોગ્ય વિભાગની ઊંઘ હરામ થઈ ચૂકી છે, તો સાથે-સાથે દરેક ખાનગી હોય કે વલસાડ સિવિલ હોસ્પિટલ દરેક સ્થળે દર્દીઓ માટે યોગ્ય સારવાર માટેના સુવિધા પણ ઉપલબ્ધ ન હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે, તો કેટલાક પરિજનો તેમના પોઝિટિવ આવેલા સ્વજનોને સારવાર માટે લઈ અનેક હોસ્પિટલોમાં ધરમ ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1,722 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે.
આ પણ વાંચો: વડોદરાની સયાજી હોસ્પિટલ હાઉસફૂલ, વધુ બેડની કરાઇ વ્યવસ્થા
30 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ફફડાટ
વલસાડ જિલ્લામાં 11 એપ્રિલે 30 જેટલા કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યા છે. જ્યારે 1નું મરણ થયું છે અને 16 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. વલસાડ જિલ્લાના તાલુકા અનુસાર જો આંકડા ઉપર નજર કરીએ તો વલસાડ તાલુકામાં કુલ 12 કેસ નોંધાયા છે. જેમાં 9 પુરુષ 3 મહિલાનો સમાવેશ થાય છે. પારડી તાલુકામાં કુલ 8 કેસ સામે આવ્યા છે, જેમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. વાપી તાલુકામાં કુલ 5 કેસ સામે આવ્યા છે, 4 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે ઉમરગામ તાલુકામાં 5 કેસ સામે આવ્યા છે, 3 પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે.
વલસાડ જિલ્લામાં 52,219 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યા
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 52,219 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જેમાં 1,722 પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 50,447 લોકોના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આમ દિન-પ્રતિદિન વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણની અને દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.
આ પણ વાંચો: ડાંગ જિલ્લામાં કોરોના કેસમાં ઉછાળો: 18 પોઝિટિવ કેસ નોંધાયા
વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં સૌથી વધુ 739 કેસ નોંધાયા
વલસાડ જિલ્લાના 6 તાલુકામાં પૈકી વલસાડ તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 739 જેટલા કોરોના કેસો નોંધાયા છે. જેમાં 583 લોકોને સાજા થઇ જતાં રજા આપી દેવામાં આવી છે. જ્યારે 56 લોકોનાં મોત થયા છે. તેઓ કોરોના પોઝિટિવ હતા પરંતુ તેઓના મૃત્યુનું કારણ અન્ય હોવાનું આરોગ્ય વિભાગની યાદી જણાવે છે. હાલમાં વલસાડ તાલુકામાં 100 જેટલા એક્ટિવ કેસ નોંધાયા છે. આમ, વલસાડ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધતા જતા પોઝિટિવ લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.