વડોદરા: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 46 વર્ષીય વિષ્ણુ ઠાકોરે તાજેતરમાં ડીજીપીને પત્ર લખ્યો હતો. પોતાને પોલીસ મિત્ર ગણાવતાં વિષ્ણુએ પત્રમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં રોડ પર ઉભા રહી ફરજ બજાવતાં કર્મચારીઓની ફરિયાદો અંગે તથ્યોવિહીન બાબતો રજૂ કરવા સાથે કેટલીક માંગણી કરી હતી. આ ઉપરાંત પણ તેણે વિવિધ પત્રો લખ્યા હતાં. બાદમાં આ પત્રો સોશ્યિલ મીડિયામાં વાયરલ કરી હતી. પોલીસ તંત્રના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વૈમનષ્ય ઉત્પન્ન થાય તેવું કૃત્ય કર્યું હતું.
આ મામલે તપાસ કરી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિષ્ણુ ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેને પાસા હેઠળ લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. અમદાવાદમાં જે સમય પોલીસકર્મીને પહેલો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો ત્યારે રાજ્યના ડી.જી શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, પોલીસ કોરોના પોઝિટિવ થઇ રહીં છે, એ વાત સાચી છે પોલીસને અગવડો પણ છે. છતાં પોલીસને આ વિકટ પરિસ્થિતિમાં કામ તો કરવાનુ જ છે, પરંતુ કેટલાક લોકો પોલીસને ઉશ્કેરવા માટે સોશ્યિલ મીડિયામાં વીડિયો અને મેસેજ વાઇરલ કરી રહ્યાં છે. જો આવુ બનશે તો અમે ઓફેન્સ દાખલ કરીશું.