ETV Bharat / state

Vadodara SOG caught suspected chemical : વડોદરા SOGએ દરોડો પાડી 1000 કિલો શંકાસ્પદ કેમિકલ સાથે એકની ધરપકડ કરી - વડોદરા ક્રાઈમ ન્યુઝ

વડોદરામાં નશાકારક પદાર્થોના વેચાણને લઈ શહેર પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન શહેરના ગાજરાવાડી વિસ્તારમાં પરીન એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી SOGએ રેડ પાડી 68,000થી વધુની કિંમતનું શંકાસ્પદ કેમિકલ ઝડપી પાડ્યું છે. આ સાથે આ ગોડાઉનમાંથી એક ઇસમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 18, 2023, 4:40 PM IST

વડોદરા : SOGને બાતમી મળી હતી કે, વડોદરા શહેરના બાવરી કુંભારવાડાના ગુજરાત વુડ કમ્પાઉન્ડમાં આવેલ પરીન એન્ટરપ્રાઇઝમાં શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને હાલ કેમિકલનું વેચાણ ચાલુ છે. જેના આધારે SOGએ રેડ પાડી હતી. રેડ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ કેમિકલના 4 મોટા બેરલ મળી આવ્યા હતા.

શંકાસ્પદ લાગતા તપાસ કરવામાં આવી હતી : SOG દ્વારા ગોડાઉનમાં તપાસ કરાતા તેમાંથી ઇથાઇલ એસીટેટ હોવાનું જણાઇ આવ્યું હતું. આ કેમિકલ રંગવિહિન, ઝડપથી સળગી જાય તેવુ અને મીઠી વાસવાળો હતો. બીજા એક બેરલની ચકાસણી કરતા તેમાં ટોલ્યુઇન હોવાનું જણાયું હતું. આ કેમિકલ રંગવિહિન, ઝડપથી સળગીજાય તેવુ અને અલગ જ પ્રકારની વાસ ધરાવતુ હતું. જેને આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથધરી એક ઇસમની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી : વેપારીની પૂછપરછ કરતા તેની પાસે આ કેમિકલના ખરીદ-વેચાણના બીલ કે પુરાવા મળી આવ્યા નહોતા. જેથી પોલીસે ગોડાઉન માલિક કૃષ્ણકાંત પદમકાંત પરીખની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી અગાઉ ભરૂચ, અંકેશ્વર અને રાજકોટમાં કેમિકલના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. જે માલ પકડાયો તેની કિંમત જોઇએ તો, 840 કિલો ઇથાઇલ એસીસેટ કિંમત 50,400, 180 કિલો ટોલ્યુઇન કેમિકલ કિંમત 13,500, એક મોબાઇલ ફોન કિંમત 5000 રૂપિયા જેમ કુલ 68,900 રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યો છે.

બાતમીના આધારે અમે ગોડાઉનમાં રેડ કરી હતી અને શંકાસ્પદ કેમિકલ મળી આવતા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ અગાઉ આ બાબતે પોલીસ મથકમાં તપાસ સોંપવામાં આવી છે જેમાં એક ઇસમની ધરપકડ કરી વધુ તપાસ ચાલી રહી છે. - વી.એસ.પટેલ (SOG PI)

  1. Vadodara News: એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થી વાતચીત દરમિયાન ઢળી પડ્યો, હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા
  2. Gametha Atrocity Case : પાદરાના ગામેઠા ગામમાં થયેલી બબાલ બાદ ગ્રામજનોમાં ભય, પોલીસ પ્રોટેક્શનની માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.