ETV Bharat / state

Vadodara Power Theft : વીજ વાયરમાં લંગર નાખી વીજચોરી કરતા લોકો સામે આંખ લાલ - Vadodara news

વડોદરાના સાવલીમાં વીજ કંપની દરોડાને લઈને સમગ્ર પંથકમાં વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. ગેરકાયદે વીજ લાઈનનો ઉપયોગ કરતા તત્વોને પાંચ લાખ ઉપરાંતનો વધારાની રકમનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Vadodara Power Theft : વીજ પ્રવાહમાં લંગર નાખની કામ ચલાવતા તત્વો સામે લાલ આંખ, પાંચ લાખનો દંડ

author img

By

Published : Feb 8, 2023, 11:01 AM IST

વડોદરાના સાવલી તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપનીનો સપાટો

વડોદરા : મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વડોદરા જિલ્લામાં થતી વીજ ચોરી ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી. આ ટીમે સાવલી તાલુકાના ચાર જેટલા ગામો જેવા કે, ગોઠડા, ટુંડાવ, લસુન્દ્રા અને મંજુસર સહિતના ગામોમાં દરોડા પાડ્યા હતા. વીજ કંપની દરોડાને લઈને સમગ્ર પંથકમાં વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

ગેરકાયદેસર રીતે વીજ પ્રવાહ વાપરતા શખ્સો : મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અલગ અલગ ટીમ બનાવીને સાવલી તાલુકાના ચાર જેટલા ગામોમાં વીજ ચોરોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમે કામગીરી હાથ ધરી હતી. જેમાં વીજ મીટરને ચેક કરવામાં આવ્યા હતા. તેમજ વીજ મીટરના છેડાઓ પણ ચેક કરવામાં આવ્યા હતા. તેમજ મીટર નહીં હોવા છતાં લંગર નાખીને વીજ પ્રવાહની ચોરી કરતા શખ્સો સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન ગેરકાયદેસર રીતે વીજ પ્રવાહનો ઉપયોગ કરતા તત્વોને રૂપિયા પાંચ લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Power theft: વીજચોરી પકડવા ગયેલી ટીમ પર હુમલો થતા સ્થાનિકો મેદાને, પુરવઠો બંધ કર્યો

પોલીસ કાફલા સાથે ચાર જેટલા સ્થળોએ કાર્યવાહી : મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે MGVCLની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેટલા પણ ગ્રાહકોના વીજ મીટરમાં છેડછાડ કરવામાં આવી હતી. તેવા ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ કરવામાં આવશે. તેમ જવાબદાર અધિકારીઓએ જણાવ્યું હતું. આ સફળ ઓપરેશનથી વીજચોરીમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

આ પણ વાંચો : Energy Department Raid રાજ્યભરમાં ઊર્જા વિભાગનું સઘન ચેકિંગ, 397 ગેરકાયદેસર વીજ જોડાણ કાપ્યા

કાર્યવાહીની જરૂરિયાત હોવાની ચર્ચા : મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જિલ્લાના અંતરિયાળ ગામોમાં પણ આવી કામગીરી હાથ ધરવામાં આવે તો ખૂબ જ મોટા પ્રમાણમાં ગરબડ ગોટાળા નીકળે તો કોઈ નવાઈ નહીં. હાલમાં ચાલતી ચર્ચા મુજબ કેટલાક વિસ્તારોમાં તો રેસીડન્ટ વીજ પ્રવાહના કનેક્શનો લઈ તેનો કોમર્શિયલ ધોરણે પણ ઉપયોગ કરવામાં આવે છે. કડકાઈથી આ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવે તો આવી ગેરરીતિઓ પણ સામે આવે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જો આવી તપાસની કામગીરીઓ સઘન બનાવવામાં આવે તો કોઈ નવાઈ નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.