ETV Bharat / state

વડોદરા પોલીસે વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો - વિદેશી દારૂ ભરેલો ટ્રક

વડોદરા: શહેરમાં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના આગમન પૂર્વે ગત મોડી રાત્રે ચેકિંગ દરમિયાન શહેર પોલીસ વિભાગની ગુના શોધક શાખા દ્વારા વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી હતી.

વડોદરા પોલીસે વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો
વડોદરા પોલીસે વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો
author img

By

Published : Dec 5, 2019, 9:31 PM IST

વડોદરા શહેરમાં રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના આગમન પૂર્વે ગત મોડી રાત્રે સઘન તપાસ દરમિયાન ગુના શોધક શાખા દ્વારા વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક પકડવામાં આવી હતી. લાખો રૂપિયાની કિંમત ધરાવતો વિદેશી શરાબનો જથ્થો અને ટ્રક સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસ મુજબ, બુટલેગર કાદર સુન્ની અને તેના ભાઇએ જથ્થો મંગાવ્યો હતો. કારેલી બાગ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

વડોદરા પોલીસે વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો

મળતી માહિતી મુજબ ગત બુધવારની રાત્રે ગુના શોધક શાખાની ટીમ દ્વારા ધોરીમાર્ગ પર વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન હરિયાણા પાર્સિંગની પસાર થતી ટ્રકને આંતરી લઇ પોલીસે તપાસ કરતા તેમાંથી વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. કારેલીબાગ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં બુટલેગર કાદરમીયા સુન્ની અને તેના ભાઇ હસન સુન્નીએ વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ટ્રકના ચાલક અને બંને બુટલેગરોને ફરાર જાહેર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Intro:

વડોદરા શહેરમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના આગમન પૂર્વે ગતમોડી રાત્રે ચેકીંગ દરમિયાન શહેર પોલીસ વિભાગની ગુના શોધક શાખા દ્વારા વિદેશી શરાબનો જથ્થો ભરેલી ટ્રક પકડી પાડતાં ચકચાર મચી જવા પામી હતી.

Body:વડોદરા શહેરમાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાના આગમન પૂર્વે ગત મોડીરાત્રે સઘન તપાસણી દરમિયાન ગુનાશોધક શાખા દ્વારા વિદેશી શરાબનો જથ્થો ભરેલી ટ્રક પકડવામાં આવી હતી.લાખો રૂપિયાની કિંમત ધરાવતો વિદેશી શરાબનો જથ્થો અને ટ્રક સહિતનો મુદામાલ કબ્જે લીધો હતો.બુટલેગર કાદર સુન્ની અને તેના ભાઇએ જથ્થો મંગાવ્યો હતો.કારેલીબાગ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતીનુસાર ગત બુધવારની રાત્રે ગુના શોધક શાખાની ટીમ દ્વારા ધોરીમાર્ગ પર વાહનોની તપાસણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં હરિયાણા પાર્સિંગની પસાર થતી ટ્રકને આંતરી લઇ પોલીસે તલાશી લેતા તેમાંથી વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિદેશી શરાબનો જથ્થો અને ટ્રક સહિતનો મુદામાલ કબ્જે લીધો હતો.કારેલીબાગ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં બુટલેગર કાદરમીયા સુન્ની અને તેના ભાઇ હસન સુન્નીએ વિદેશી શરાબનો જથ્થો મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું, આથી પોલીસે ટ્રકના ચાલક અને બંને બુટલેગરોને ફરાર જાહેર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.Conclusion:ભૂતડીઝાંપા બાળ રિમાન્ડ હોમ પાસે બિનવારસી હાલતમાં ટ્રક મળી આવી હોવાની વિગતો જાણવા મળી હતી.જયારે બીજી તરફ કારેલીબાગ પોલીસ મથકના પટાંગણમાં રખાયેલા આ વિદેશી શરાબના જથ્થાને જોવા માટે માર્ગ પર લોકોના ટોળે ટોળાં જામ્યા હતા.અને લોકો પોતાના મોબાઈલમાં ફોટો અને વિડિઓ ઉતારતાં નજરે પડ્યા હતા.જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.