ETV Bharat / state

Vadodara News : વરણામાં વેસ્ટેજ પ્લાસ્ટિકના કચરાના કારણે કંપનીમાં ભીષણ આગ - વરણામાં કંપનીમાં આગ

વડોદરાના વરણામાં પાસે ખાનગી કંપનીમાં આગ લાગતા તાત્કાલીક ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. પ્રાથમિક તારણ અનુસાર વેસ્ટેજ પ્લાસ્ટિકના કચરાના કારણે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ

Vadodara News : વેસ્ટેજ પ્લાસ્ટિકના કચરાના કારણે કંપનીમાં ભીષણ આગ

author img

By

Published : May 22, 2023, 8:39 PM IST

વરણામાં વેસ્ટેજ પ્લાસ્ટિકના કચરાના કારણે કંપનીમાં ભીષણ આગ

વડોદરા : શહેર નજીક વરણામાં પાસે એક પ્લાસ્ટિક કંપનીમાં એકાએક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. જેની જાણ વડોદરા ફાયર વિભાગને કરવામાં આવતા મકરપુરા GIDC અને ફાયર બિગ્રેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ આ પ્લાસ્ટિકનું રિ પ્રોસેસિંગ કરતી કંપની છે અને જેના વેસ્ટેજ પ્લાસ્ટિકના કચરાના કારણે એકાએક આગ ભભૂકી ઉઠી હતી.

ભારે જહેમત બાદ આગ પર કાબુ : વડોદરા વરણામાં ખાતે આવેલ પોલીટેક પ્લાસ્ટિક કંપનીમાં એકાએક વેસ્ટેજ પ્લાસ્ટિકના કચરાના કારણે કંપનીના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. સમગ્ર ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી મકરપુરા GIDC ફાયર બ્રિગેડના ઓફિસર નિકુંજ આઝાદ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. જેથી ફાયરોની ચારથી પાંચ ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. તેમજ દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી અને કંપનીના પ્લાસ્ટિકના વેસ્ટેજ કચરાના કારણે આગ લાગી હતી. - નિકુંજ આઝાદ (મકરપુરા GIDC ફાયર બ્રિગેડ ઓફિસર)

આગના કારણે ધુમાડાના ગોટેગોટા : કંપનીમાં એકાએક આગ લાગવાથી આગે ધીરે ધીરે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડ દ્વારા દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળ રહી હતી. સમગ્ર વાતાવરણમાં આગને કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને લોકોને આંખોમાં પણ બળતરા થવા લાગી હતી. આ સમગ્ર ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

Ahmedabad Fire Accident: બાપુનગરમાં આવેલા વિકાસ એસ્ટેટમાં વિકરાળ આગ, 20 ફાયરવાન દોડી

Car Fire : આટલું કરશો તો ક્યારેય નહીં સળગે કાર, નિષ્ણાતથી લઈને RTOનું વલણ જાણો

Video: કર્ણાટકના તુમકુરમાં પેટ્રોલ ભરતી વખતે આગ લાગતાં યુવતીનું મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.