ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. કારણ કે, તંત્રના અનેક પ્રયાસો છતાં રાજ્યમાં દારૂની હેરાફેરીમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. બૂટલેગરો વિવિધ તરકીબો અપનાવીને દારૂની હેરાફેરી કરી રહ્યાં છે, જેને અટકાવવા માટે વડોદરા પોલીસે કમર કસી છે.
મળતી માહિતી પ્રમાણે, PCB શાખાએ બે સ્થળ અલગ અલગ સ્થળ પર દરોડા પાડ્યા હતાં. જેમાં ટીમે વિશ્વામિત્રી નદીના તટ પર છુપાવેલો લાખો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો. તેમજ અન્ય એક જગ્યાએ પણ દરોડો પાડ્યો હતો. જેમાં દારૂનો જથ્થો જપ્ત કરી એક મહિલા અને એક યુવકની ધરપકડ કરી હતી. આ ઉપરાંત એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની વિરૂદ્ધ તપાસ હાથ ધરી હતી.