વડોદરા : શહેરના આઈ ટી સલાહકારને ઘરે બેઠા ઓનલાઈન જોબ આપવાના નામે 5.70 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હીવની ફરિયાદ સાયબર પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ ઠગાઈ કરનાર ઇસમોએ ઉપયોગ કરેલ બેંક ખાતાના એકાઉન્ટના આધારે તપાસ કરતા 4 ઇસમોની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસેથી 76 જેટલા સીમકાર્ડ મળી આવ્યા હતા. હાલમાં તપાસમાં દુબઇ કનેક્શન મળી આવ્યું છે અને વધુ તપાસમાં ચાઇના કનેક્શન હોવાની આશંકાઓ સેવાઇ રહી છે.
4 ઇસમોની ધરપકડ કરવામાં આવી: આ અંગે સાઇબર ક્રાઇમના એસીપી હાર્દિક માંકડીયાએ જણાવ્યું હતું કે પાર્ટટાઇમ નોકરી આપવાના બહાને એક ફરિયાદી સાથે 5 લાખ 70 હજાર રૂપિયાનું ફ્રોડ થયું હતું. આ બાબતે ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે તાપસ કરતા ફરિયાદીના પૈસા જે ખાતામાં ગયા હતા. તેની તપાસ ના આધારે મદદ કરનાર અન્ય ઈસમો સહિત 4 ની ધરપકડ કરવામાં આવી હતી.
દુબઇ જઈને સીમકાર્ડ આપ્યા: આ 4 લોકોની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું કે આ લોકો બોગ્ગસ કંપનીના નામે કરંટ ખાતું ખોલાવી તેઓની ઉપરના અકાઓને આ ખાતા આપતા હતા. આમનો એક ગોવિંદ નેમાનેએ થોડાક મહિના પહેલા દુબઇ જઈને 12 સીમકાર્ડ આપેલા છે. જે આ બધા કરંટ ખાતા ખોલાવી લિંક કરવામાં આવતા હતા. અને આ લોકોના અન્ય સૂત્રધારો છે તેઓની તપાસ ચાલી રહી છે.
આ પણ ચાઇના કનેક્શન હોઈ શકે છે: આ ઉપરાંત આ ગેંગ હોય છે તે ઇન્સ્ટન્ટ લોનનું ચાઇનથી ઓપરેટ થતું હતું તેનું હાલમાં ડિટેક્શન કરવામાં આવ્યું હતું. તેવીજ રીતે પાર્ટ ટાઇમ નોકરી આપવાના નામે લોકો સાથે ફ્રોડ થાય તે વેબસાઈટ અરજદારોને આપવામાં આવે છે ટેલિગ્રામ ઉપર તે તેજ દિશામાં ઈશારો કરી રહી છે. આમ ગણા લોકો ખાતા ખોલાવવા માટે ગણા અન્ય લોકોનો સંપર્ક કરી ખોટા સરનામે અને દસ્તાવેજના આધારે ખોટી કંપની ઉભી કરતા હોય છે. આ ખાતા જ્યાંથી ઓપન થયા છે તે દિશામાં હાલમાં તપાસ થઈ રહી છે.
મોડન્સ ઓપરેન્ડી શુ છે: આ લોકોની એમો છે કે તેઓ માસ એડવર્ટાઇઝમેન્ટ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ પર એક મેસેજ આપવામાં આવે છે કે ઘરે બેઠા કમાવવા માંગતા હોય તો આ વોટ્સએપ નંબર પર કોન્ટેક કરવાનું કહેવામાં આવે છે. આ બાદ ચેટિંગ થકી અમારી આ કંપની છે અને અમે આ કામ કરી રહ્યા છે. આ અંગે જોબની લાલચ આપી ટાસ્ક આપવામાં આવે છે કે કોઈ પ્રોડક્ટની ગુણવત્તા વધારવા આ વિડીઓને લાઈક કરવા જેવા ટાસ્ક આપવામાં આવે છે. આ કોઈ કંપની હોતી નથી જેમાં નાની નાની ટાસ્ક આપવામાં આવે છે અને પૈસા રોકવા માટે કહેવામાં આવે છે. પૈસાના રોકાણ બાદ તેના નાણાં ડબલ કરીને તેને દેખાડવામાં આવે છે. આ લાલચના કારણે લોકો વધુ પૈસા રોકાણ કરતા હોય છે અને મહિના બાદ બધા નંબર બંધ થઈ જતા હોય છે. જેથી તેઓ અન્યને નવા નંબર થકી કોન્ટેક્ટ કરી લાલચ આપી ફસાવે છે તો ખરાઈ સિવાય આ રીતે જોબની લાલસમાં ન પડવું જોઈએ.