વડોદરા: વડોદરા શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલી રહી છે. છતાં પણ પશુપાલકો દ્વારા ઢોરને રસ્તે રઝળતા મુકવામાં આવી રહ્યા છે. ત્યારે આજે એકાએક માણેજા વિસ્તરમાં આવેલી પંચરત્ન સોસાયટી પાસે એક વૃદ્ધ મહીલાને ગાયે કચડી નાખી હતી. મૃતક વૃદ્ધ મહિલાનું નામ ગંગાબેન પરમાર હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધ મહિલા બપોરના સમયે પોતાના ઘર તરફ જઈ રહી હતી દરમ્યાન આ ઘટના બની હતી.
પ્રત્યક્ષદર્શી મહિલાએ વર્ણવી ઘટના : આ સમગ્ર ઘટના અંગે પ્રત્યક્ષદર્શી સંતોષ સૈનીેએ જણાવ્યું હતું કે અચાનક બપોરના સમયે કોઈનો જોર જોરથી અવાજ આવી રહ્યો હતો. અમે ઘરની અંદર હતા અને જોર શોરથી બચાઓ... બચાઓ...ની બુમો પડી રહી હતી. ત્યારે અમે જોયું તો વૃદ્ધ મહિલા પર ગાયે હુમલો કરેલો હતો અને બચકા ભરી રહી હતી. આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. પરંતુ ગાયના હુમલાથી બધા ડરી ગયા હતા અને ગાય પર પથ્થર મારી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાયે વૃદ્ધ મહિલાને રહેસી નાખી હતી. જે કોઈ બચાવવા જાય તેની પાછળ ગાય દોડતી હતી. જેથી કોઈ મદદે પહોંચી શક્યું ન હતું. છેલ્લા કેટલાય વર્ષોથી આ ગાયો અહીં બાંધવામાં આવતી હતી. અમે જો કઈ કહેવા જઈએ તો મારવાની ધમકી પણ આપવામાં આવતી હોવાથી કોઈ બોલી શકતું ન હતું. આ મહિલાએ કહ્યું કે તે મૂળજી ભરવાડ નામનો કોઈ વ્યક્તિ છે આ ગાયો તેની છે.
આ પણ વાંચો Ahmedabad Crime : રખડતા ઢોરે અડફેટે લેતા વધુ એક મોત, પોલીસે પશુ માલિક સામે નોંધ્યો ગુનો
બે વર્ષ અગાઉ મારા દીકરાને ઇજાઓ પહોચાડી : અન્ય એક મહિલા દક્ષાબેન પરમારે જણાવ્યું હતું કે મારા દીકરાને બે વર્ષ અગાઉ બાઇક લઈને આવતો હતો ત્યારે રખડતી ગાયે હુમલો કર્યો હતો. તેને પણ ગંભીર ઇજાઓ પહોચી હતી. અમે પોલીસ ફરિયાદ પણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. આજે ફરી ઘટના બની છે ત્યારે કોઈ પણ વ્યક્તિને આવી ઘટનાનો ભોગ ન બને તે માટે અન્ય જગ્યાએ જગ્યા આપવી જોઈએ. અમારે રાત દિવસ બાળકો અહીં રમતા ફરતા હોય છે.
આ પણ વાંચો Cattle Free Campaign : ઢોર મુક્ત વચ્ચે વડોદરામાં ગાયે શાકભાજીવાળાને ભેટ મારી ફંગોળ્યો
ઢોર પાર્ટી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી : વૃદ્ધ મહિલાને રખડતી ગાયે હુમલો કર્યા બાદ આ મહિલાનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. સ્થાનિકોએ 108ને જાણ કરતા 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃદ્ધ મહિલાને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ વૃદ્ધ મહિલાના મૃતદેહને એસએસસી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્પોરેશનની ઢોર પાર્ટીની ચાર ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. આસપાસ રસ્તામાં અને ઢોરવાળા ડીમોલેશન કરી 30થી વધુ પશુઓને ઢોર ડબ્બે પૂર્યા હતા. સમગ્ર મામલે મકરપુરા પોલીસ ઘટાના સ્થળે પોહચી વધુ કાર્યવાહી આરંભી ઢોર માલિકને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.