ETV Bharat / state

Vadodara News : યુનિવર્સિટીના 553 વિદ્યાર્થીઓને નોકરી મળી, લાખો રૂપિયાની ઓફર સાથે હજુ પણ પ્રક્રિયા ચાલુ - MS University Faculty of Technology Placement

પ્રાઇવેટ યુનિવર્સિટીમાં સારી નોકરી મળે તે લોકવાયકા વડોદરાની MS યુનિવર્સિટી ખોટી સાબિત કરી છે. MS યુનિવર્સિટીમાં ઇતિહાસમાં સૌથી વધુ 553 વિદ્યાર્થીઓને 130 જેટલી કંપનીઓમાં નોકરી મળી છે. આ ઉપરાંત હજુ પણ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટમાં ઓફર મળી શકે છે. કયા વિભાગમાં કેટલું પ્લેસમેન્ટ છે જૂઓ.

Vadodara News : યુનિવર્સિટીના 553 વિદ્યાર્થીઓને નોકરી મળી, લાખો રૂપિયાની ઓફર સાથે હજુ પણ પ્રક્રિયા ચાલુ

author img

By

Published : May 31, 2023, 3:01 PM IST

ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીના ઇતિહાસમાં સૌથી વધુ 553 વિદ્યાર્થીઓને 130 જેટલી કંપનીઓમાં નોકરી

વડોદરા : વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં આ વર્ષે અધધ પ્લેસમેન્ટ થયું છે. આ ફેકલ્ટીમાં વિવિધ 14 જેટલા વિભાગો આવેલા છે. ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીના ઇતિહાસમાં સૌથી વધુ 553 વિદ્યાર્થીઓને 130 જેટલી કંપનીઓમાં નોકરી મળી છે જે હજુ પણ પ્રક્રિયા શરૂ છે.

ખાનગી યુનિવર્સિટીની લાલચને ખોટી પાડી : આજદિન સુધીમાં થયેલા પ્લેસમેન્ટમાં એક વિદ્યાર્થીને સૌથી વધુ 18 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું છે, ત્યારે હજુ પણ પ્લેસમેન્ટની પ્રક્રિયા ચાલી રહી હોવાથી અન્ય વિદ્યાર્થીઓને પણ પ્લેસમેન્ટમાં ઓફર મળી શકે છે. એટલે કહી શકાય કે અધધ ફી વસુલતી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જ સારી નોકરીઓ મળે છે તેવી લોકવાયકાને MS યુનિવર્સીટીની આ ફેકલ્ટીએ ખોટી સાબિત કરી છે.

આજદિન સુધીમાં ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં 130 વધારે કંપનીઓએ 553 વિધાર્થીઓના પ્લેસમેન્ટ ઓફર આપી છે. હજુ પણ આ પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં સૌથી વધુ એક વિદ્યાર્થીને 18 લાખ સુધીની ઓફર મળી છે. 950 જેટલા વિદ્યાર્થીઓમાંથી અત્યાર સુધીમાં 553 વિદ્યાર્થીઓને જોબ ઓફર થઈ ગઈ છે. આગામી દિવસોમાં આ આંકડામાં વધારો થઈ શકે છે જે 600ને પર જઈ શકે તેવી ધારણા છે. - ડો.જયેન્દ્ર શાહ (પ્લેસમેન્ટ ઈન્ચાર્જ પ્રોફેસર)

સાયન્સ એન્ડ એન્જીનીયરીંગમાં 100ટકા પ્લેસમેન્ટ : આ પ્લેસમેન્ટમાં અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ રહ્યો છે. જેમાં અંદર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાં 425 જેટલા વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ થયું છે. અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટને મળ્યા છે. જેમાં ટકાવારી અન્ડર ગ્રેજ્યુએટની વધારે જોવા મળી રહી છે. આ ઐતિહાસિક પ્લેસમેન્ટ થતા ખાનગી યુનિવર્સિટીમાં રહેલા વિદ્યાર્થીઓની માનસિકતાને ઉજાગર કરી છે. ટેકનોલોજી ફેકલ્ટીના વિવિધ ડિપાર્ટમેન્ટમાં 5 લાખથી 6 લાખ રૂપિયાનાં એવરેજ પેકેજ મળ્યાં છે. ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં સૌથી વધારે પ્લેસમેન્ટ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં છે, જેમાં લગભગ 100 ટકા પ્લેસમેન્ટ થયાં છે.

કયા વિભાગમાં કેટલું પ્લેસમેન્ટ : કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં 76 ટકા, મેટલર્જી ડિપાર્ટમેન્ટમાં 62 ટકા, મિકેનિકલ એન્જિનિયરિંગમાં 83 ટકા, સિવિલ એન્જિનિયરિંગમાં 34 ટકા, ટેક્સટાઇલ કેમેસ્ટ્રીમાં 64 ટકા, ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં 81 ટકા, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 58 ટકા પ્લેસમેન્ટ થઈ ગયું છે અને એવરેજ ગણીએ તો ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીના તમામ ડિપાર્ટમેન્ટનું 57 ટકા પ્લેસમેન્ટ થઈ ગયું છે. 954માંથી 553 સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ અત્યાર સુધીમાં થઈ ગયું છે અને હજી પ્લેસમેન્ટની પ્રક્રિયા ચાલુ છે અને એવી ધારણા છે કે 70 ટકાથી વધુ પ્લેસમેન્ટ થઈ જશે.

  1. nawazuddin siddiqui: નવાઝુદ્દીન સિદ્દીકી પારુલ યુનિવર્સિટીની મુલાકાતે, કહ્યું હું જુગાડ કરી કમાણી નથી કરતો
  2. Kutch news : કચ્છ યુનિવર્સિટીના કુલપતિની મુદત થશે પૂર્ણ, ત્રણ માસથી સરકાર દ્વારા કોઈ નામ જાહેર નથી કરાયું
  3. Surat News : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની લેપટોપથી પરીક્ષા લેવાઇ, ટેકનોલોજીએ ઘણી સુવિધા કરી આપી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.