વડોદરાઃ એમ.એસ.યુનિવર્સીટીમાં (Vadodara MS University Election) આવતીકાલે સેનેટની ચૂંટણી યોજાશે. તે અગાઉ ભાજપ અને સંકલન સમિતિએ બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો પોતાના હોવાનો દાવો કર્યો છે. તો બીજીતરફ સત્તાધારી પક્ષ દ્વારા બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવાર તેમના હોવાનો દાવો કર્યો છે.
બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો સત્તાધારી પક્ષના હોવાનો દાવો
વડોદરા એમ.એસ.યુનિવર્સીટીના(Vadodara MS University Election) સેનેટ સભ્ય ડૉ. જીગર ઇનામદારે રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીમાં બિનહરીફ ચૂંટાયેલા 5 ઉમેદવારો સત્તાધારી પક્ષના યુવાનો દાવો કર્યો છે. જીગર ઇનામદારનું કહેવું છેકે, વર્ષોથી આ ઉમેદવારો સત્તાધારી પક્ષ સાથે છે. અને ઉમેદવારી ફોર્મ ભરતા સમયે પણ સત્તાધારી પક્ષના સભ્યો સાથે હોવાનો દાવો કર્યો છે તો બીજી તરફ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે આ ઉમેદવારો સંકલન સમિતિના હોવાનો દાવો કર્યો છે.
સેનેટની ચૂંટણી બની રાજકીય અખાડો
યુનિવર્સીટીમાં આવતીકાલે સેનેટની ચૂંટણી યોજાશે(Election of MS University Senate). તે અગાઉ ઘમાસાણ શરૂ થયું છે. આ વખતે ઇતિહાસમાં પ્રથમ વખત સંકલન સમિતિના ઉમેદવારની જાહેરાત ભાજપ કાર્યાલયમાંથી કરવામાં આવી હતી. આ દરમિયાન બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોને ભાજપ અને સંકલન સમિતિના હોવાની ભાજપ શહેર પ્રમુખ ડૉ. વિજય શાહે દાવો કર્યો હતો. તો બીજી તરફ સત્તાધારી પક્ષના ડૉ. જીગર ઇનામદારે તે ઉમેદવારો પોતાના હોવાનો દાવો કર્યો છે. ત્યારે આ સેનેટની ચૂંટણી રાજકીય અખાડો બની હોવાની ચર્ચાઓ ઉઠી છે.
આ પણ વાંચોઃ Gujarat Bar Association Election 2021: અસીમ પંડ્યા બન્યા એડવોકેટ બાર એસોસિએશનના પ્રમુખ
આ પણ વાંચોઃ Rape Cases In Gujarat: એક તરફ નરાધમને ફાંસીની સજા, બીજી તરફ વધુ 2 બાળકી બની હવસનો શિકાર