ETV Bharat / state

અમુલ દૂધ (Amul Milk ) માં પ્રતિ લિટરે રૂપિયા 2 નો ભાવ વધારો કરાતા વડોદરા મહિલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યો

1 જુલાઈથી દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો અમુલ (Amul Milk ) દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે વડોદરા શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરતા મહિલા પ્રમુખ નીલાબેન શાહ (Nilaben Shah )ની આગેવાની હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ
મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ
author img

By

Published : Jul 1, 2021, 5:22 PM IST

  • અમુલ દૂધ (Amul Milk ) માં પ્રતિ લિટરે રૂપિયા 2નો ભાવ વધારો
  • કોરોના કાળમાં ગૃહિણીઓના માથે મોંઘવારીનો વધુ એક બોજો લાદી દેવાયો
  • વડોદરા શહેર મહિલા કોંગ્રેસે દેખાવો કરી ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી

વડોદરા : 1 જુલાઈથી દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો અમુલ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે વડોદરા શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

દૂધમાં કરાયેલા ભાવ વધારાને પગલે સામાન્ય માણસની કમર તૂટી

સુમુલ ડેરી (Sumul Dairy ) એ લિટર દૂધમાં 2 રૂપિયાનો વધારો કર્યા પછી હવે અમુલ ડેરી એ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. 1 લિટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે.જેને કારણે હવે અમુલની 500 મિલીની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે.અમુલ ગોલ્ડમાં ભારેખમ 4 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. તે જ રીતે અમુલ તાજા શક્તિ ટી સ્પેશિયલ બફેલો દૂધ તમામમાં લીટરે 2 રૂપિયાનો વધારો કરાયો છે.

સુમુલે પણ દૂધના ભાવમાં વધારો કર્યો

ગત 19મી જૂને સુરતમાં સુમુલ દૂધમાં ભાવ વધારો કર્યો હતો.જેણે ગોલ્ડ તાજા અને સ્લિમ ટ્રીમ દૂધમાં ભાવ વધારો કર્યો હતો.લિટરે 2 રૂપિયાનો વધારો થયો છે.આ ભાવ વધારાને પગલે સામાન્ય માણસની કમર વધુ તૂટી ગઇ છે. પેટ્રોલમાં તો આગ ઝરતી તેજી છે, તો હવે દૂધ પીવાનું પણ બંધ થશે. નાના બાળકો જે સૌથી વધુ દૂધનો વપરાશ કરે છે એ બાળકો પર આ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ખુલ્લેઆમ આ રીતે નફાખોરીના આશય હેઠળ દૂધ જેવી જીવન જરૂરિયાતની વસ્તુ પર 4 રૂપિયા સુધીનો વધારો કરી ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખી ગેરવ્યાજબી કારસો ઘડી નાખવામાં આવ્યો હોવાનું મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : 'ઈતિહાસ કો કલમસે નહીં, કદમસે લિખા' મિલખાસિંહને અમુલની શબ્દાંજલી

મહિલા કોંગ્રેસે તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચવા આહવાન કર્યું

વડોદરા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ નીલાબેન શાહે જણાવ્યું હતું કે, અમુલ ડેરીએ જે ભાવ વધારો કરી લોકોની કામર તોડી નાખી છે..દૂધ નાના બાળકોનો ખોરાક છે.તેના પર પણ ભાવ વધારો છો,જે ખોટુ થઈ રહ્યું છે. તો ભાવ વધારાને લઇ કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર પણ આપવા આવ્યો છે. આ આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ ભાવ વધારો પાછો ટૂંક સમયમાં ખેંચો.તમે રાંધણ ગેસમાં ભાવ વધારો કર્યો,પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કર્યો તે પણ ચલાવી લીધું,પરંતુ છેલ્લે દૂધમાં પણ ભાવ વધારો ઝીંકી દીધો તો આમ નાગરિક ક્યાં જશે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર આપીશું.

વિરોધ પક્ષના નેતા અમીબેન રાવતનું નિવદેન

જ્યારે વિરોધ પક્ષના નેતા અને કાઉન્સિલર અમીબેન રાવતે જણાવ્યું હતું કે, 2014 પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે.એક ફોરવર્ડ ઇકોનોમિક જે પાંચ ટ્રીલીયનના ટર્નઓવર પર જવાની હતી. એજ ઇકોનોમી દિવસેને દિવસે નેગેટિવ ઉપર જતી રહી છે અને અત્યારે માઇનસ 7 અને 8 ઉપર ફરી છે. આખું અર્થતંત્ર ખાડે ગયું એનું કારણ કે, ભારતીય જનતા પાર્ટીની આર્થિક પોલીસી જે રીતે અંનગઢ રીતે નોટબંધી કરી તાત્કાલિક જીડીપીનું ઇમ્પ્લીમેંન્ટેશન કર્યું એમાં પણ એમણે કોઈ પ્રોપર રીતે ઇમ્પ્લીમેંન્ટેશન નથી કર્યું. આ તમામનું કારણ છે કે જીડીપી માઇનસ ગઈ છે.

આ પણ વાંચો : ડેરી ઉદ્યોગમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અમુલે કર્યા કારગર પ્રયત્ન

છેલ્લા 30 વર્ષનો સૌથી ઊંચો ફુગાવો ભારતમાં છે

તેમણે વધુમાં કહ્યું કે, ખાદ્ય પદાર્થનું ટ્રાન્સપોર્ટેશન વધી ગયું છે અને હવે સીધી અછત ફુગાવામાં દેખાય છે. અત્યારે ફુગાવો છેલ્લા 30 વર્ષનો સૌથી ઊંચો ફુગાવો ભારતમાં છે.ખાદ્ય પદાર્થ હોય કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ હોય તમામ વસ્તુઓમાં ભાવ વધારો છે અને તેની સીધી અસર જનતા ભોગવી રહી છે. એકબાજુ કોરોનાની મહામારી આવક ઓછી લોકોએ નોકરીઓ ખોવી છે.બીજી બાજુ આવા અસહ્ય ભાવ વધારાથી માણસ જીવે તો જીવે ક્યાંથી.આ હાલમાં ખૂબ મોટો પ્રશ્ન ઉભો થાય છે.

દૂધમાં અત્યારે બે રૂપિયા ચાર રૂપિયા થેલીએ વધી રહ્યા છે

અમારે ભારતીય જનતા પાર્ટીને અપીલ છે તમે તાત્કાલિક આર્થિક નીતિમાં સુધારો કરો, લોકોને આ મોંઘવારીથી રાહત આપો,પેટ્રોલ-ડીઝલના ટેક્ષ ઓછા કરો અને જે રીતના ભાવ વધારો થઇ રહ્યો છે. દૂધમાં અત્યારે બે રૂપિયા ચાર રૂપિયા થેલીએ વધી રહ્યા છે.એ દૂધના ભાવ વધારા મધ્યમ વર્ગના જે બાળકોને પોષણનું એકમાત્ર સ્ત્રોત કહેવાય એ સ્ત્રોતને પણ અત્યારે બંધ કરી દેવો પડે એવી પરિસ્થિતિમાં આવ્યા છે.એ લોકો ઘર ચલાવે તો કઈ રીતના ચલાવે. ડીઝલ,પેટ્રોલ,ગેસના ભાવ જોઈલો જેનો અમે વિરોધ કરીએ છે. ભારતીય જનતા પાર્ટીને આહવાન કરીએ છે કે તમે તાત્કાલિક લોકોના વ્હારે આવો અને આ ભાવ વધારા છે તે બધા પાછા ખેંચો તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.