વડોદરા : યુવાધનને બરબાદ કરનાર એમડી ડ્રગ્સ, વિદેશી દારૂને લઈને વડોદરા શહેર પોલીસ નશામુક્ત કરવા માટે જરૂરી પગલા લઈ રહી છે, ત્યારે પારાવાર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવે છે. તો બીજી તરફ શહેરની વિવિધ એજન્સીઓ દ્વારા એમડી ડ્રગ્સ પકડી રહી છે, ત્યારે શહેર SOG એ ગોલ્ડન ચોકડી પાસેથી માદક પદાર્થ 125 ગ્રામથી વધુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
કેવી રીતે પકડી પાડ્યા : વડોદરા શહેરની દૂષણથી મુક્ત કરવા માટે વડોદરા શહેર SOG દ્વારા અંગત ચોક્કસ બાતમી મળી હતી કે, હાલોલ બસ સ્ટેન્ડ પાસે રહેતો મોહનલાલ માંગીલાલ લુહાર નામનો વ્યક્તિ હાલોલથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈને વડોદરા ખાતે લઈને આવી રહ્યો છે. આ શખ્સ શહેરની ગોલ્ડન ચોકડી પાસે વેચાણ કરનાર છે. જેવી ચોક્કસ બાતમી મળતા SOG વિભાગ બાતમી વાળી જગ્યાએ દરોડા કરતા આરોપી મોહનલાલ માંગીલાલ લુહાર ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : Ahmedabad Crime: રાજસ્થાનના આરોપીએ અમદાવાદમાં મોકલ્યું ડ્રગ્સ, SOGએ બૂટલેગરના પુત્ર સહિત 3ની કરી ધરપકડ
ઝડપાયેલ મુદ્દામાલ : ઝડપાયેલ શખ્સ પાસેથી SOG દ્વારા તપાસ કરતા પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર એમડી ડ્રગ્સનો વેપાર કરતો હોવાનું સામે આવ્યું હતું. જેની પાસેથી SOG દ્વારા 125 ગ્રામ 99 મીલી એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ કિંમત રૂપિયા 12 લાખ 59 હજાર 900 તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ કિંમત રૂપિયા 12 લાખ 66 હજાર 110ની ચીજ વસ્તુ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : MD Drugs Case Ahmedabad: સરસપુરમાંથી 5 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો
આર્થિક ફાયદા માટે વેચાણ : SOG દ્વારા ઝડપી પાડવામાં આવેલ આરોપીઓમાં મુખ્ય આરોપી મોહનલાલ માંગીલાલ લુહાર કે જેઓ રહે.ખોડીયાર નગર, ભીમનાથ મહાદેવ મંદિર પાસે, હાલોલ ખાતે રહે છે. તેઓ મૂળ મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ SOG દ્વારા અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં માંગીલાલ પાટીદાર નામનો શખ્સ રહે. મંદસૌર ,મધ્યપ્રદેશ કે જે મુખ્ય સપ્લાયર છે. સાથે જ માંગેલાલને એમડી ડ્રગનો જથ્થો આપવા મોકલેલ અજાણ્યા શખ્સ વિરુદ્ધ SOG દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SOG દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ શખ્સ છેલ્લા દોઢ મહિનાથી હાલોલ સહિત વડોદરા શહેરમાં છૂટક પોતાના આર્થિક ફાયદા માટે ડ્રગ્સ વેચતો હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.