વડોદરા: શહેરમાં ક્રાઈમ રેટ દિવસ કરતાં રાતે એકાએક વધી રહ્યો હોય એવા કિસ્સા બની રહ્યા છે. સંવેદનશીલ વિસ્તાર ગણાતા પાણીગેટમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. પોલીસ આવી પહોંચતા ટોળાને વિખેરવા માટે પગલા લીધા હતા. વિસ્તારમાં માથાકૂટ થતા જોખમી સ્થિતિ ઊભી થઈ હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવા સીસીટીવીના આધારે તપાસ ચાલુ કરી છે.
"પાણીગેટ વિસ્તારના રાણાવાસના નાકે બાઇક ચાલક બાઈક ઉડ ઝડપે ચલાવી લાયા હતા. તે બાબતને લઈ ગયો હતો આ ઘટનામાં એક વ્યક્તિને ચપ્પુ માર્યું હતું. બીજાને ચપ્પુ મારનાર ને પણ વગેલ છે. કોણ કોણ સામેલ છે કેટલા લોકો છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. હાલમાં આ લોકો હોસ્પિટલમાં છે. સીસીટીવી ના આધારે તપાસ ચાલુ છે અને આ એક અંગત અદાવતમાં બબાલ થઈ હોય તેવું લાગી રહ્યું છે જેથી અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિએ સામેલ ન થવું જોઈએ. આ ઘટનામાં જે કોઈ લોકો સામેલ હશે તેમાંથી કોઈ પણને છોડવામાં નહીં આવે"--જી ડિ પલસાણા(એસીપી)
સીસીટીવીના આધારે તપાસ શરૂ: વડોદરા શહેરના અતિ સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. આ ઘટનામાં એક યુવાન ઉપર કિચનના ચાકુ વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગત અદાવત હોવાનું એસીપીએ જણાવ્યું છે. આ ઘટના બાઇક ચાલક પુર ઝડપે બાઈક હંકારતા બોલાચાલી થઈ હોય તેવું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ બોલાચાલીમાં એક ઇસમે અન્ય ઈસમને ચપ્પુનો ઘા મારતા મામલો ઉગ્ર બન્યો હતો. ચપ્પુ માર્યાની વાત વાયુવેગે પ્રસરતા બે જૂથ આમને સામને આવી ગયા હતા. જૂથ અથડામણમાં કેટલાક વાહનોને નુકસાન થયું હોય તેવું નજરે પડી રહ્યું છે. પરંતુ આ બાબતે એસીપી કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયું હોવાનું રટણ કરી રહ્યા છે.
ઘટના સ્થળે દોડી આવ્યા: આ સમગ્ર મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને ટોળાને વિખેર્યું હતું. સમગ્ર મામલાને શાંત કર્યો હતો. આ બનાવને પગલે સમગ્ર પાણીગેટ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવને સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવી મૂકી છે. પોલીસે આ બનાવના સંદર્ભે મોડી રાત્રે સામેલ ઇસમોની શોધખોળ શરૂ કરી હતી. બીજી બાજુ બનાવવામાં ઇજા પામેલ ઇસમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈ પાણીગેટ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે જ આ સ્થળે એસીપી ,ડીસીપી અને ક્રાઈમના અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.