- વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બિચ્છુ ગેંગના વધુ 3 આરોપી ઝડપ્યા
- વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બિચ્છુ ગેંગના કુલ 15 આરોપીને ઝડપી લીધા
- અસલમ બોડિયાને પકડવા 4 ટીમ બનાવવામાં આવી
વડોદરા : શહેરમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આચરતી બિચ્છુ ગેંગ છેલ્લા એક દાયકામાં 190 ગુના આચર્યા છે. નામચીન ખંડણીખોર અસલમ બોડીયાની લીડરશીપ માટે અનેક લોકો પાસેથી જમીન અને મકાનોના પચાવી લીધા હોવાની ચોંકાવનારી વિગતો ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં પર્દાફાશ થયો છે. અસલમ બોડિયા સહિત 12 વોન્ટેડ આરોપીને પકડવા તેમજ સંગઠિત ગુના મૂળ સુધી તપાસ કરવા માટે 12 આરોપીઓને 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે બાદ અન્ય 3 આરોપીને પકડીને નામદાર કોર્ટમાં રજૂ કરીને 13 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે આપતા આરોપીઓનો કુલ આંક 15 પહોંચ્યો હતો.
વડોદરા શહેરમાં પ્રથમ વખત ગુજસીટોકનો ગુનો નોંધાયો
વડોદરા શહેરમાં ક્રાઈમ આજથી બિચ્છુ ગેંગના છેલ્લા એક દાયકામાં 190 ગુના આચર્યા છે. બિચ્છુ ગેંગના 26 ગુંડાઓ સામે વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત ગુજસીટોકનો ગુનો નોંધાયો છે. આ પૈકીના 15 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ખંડણી અસલમ બોડિયા સહિત 10 વોન્ટેડ છે. ગુજસીટોકના કાયદાની જોગવાઈ પ્રમાણે PI ઉપરના લેવલના અધિકારીઓ તપાસ કરી શકે તેમ હોવાથી ACP ડી. એસ. ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે. ડી. એસ. ચૌહાણે દરેક આરોપીઓનું ક્રોસિં ઇન્ટ્રોગેશન કર્યું હતું. પૂછપરછમાં એવી હકીકત સામે આવી હતી કે, બિચ્છુ ગેંગ ધાક-ધમકી આપી અને આર્થિક વ્યવહારો હવાલાઓ લઈને શહેરમાં અનેક મિલકતો પચાવી પાડી છે. લોકોની પચાવી પાડેલી મિલકતોની તપાસ કરવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સક્રિય થઇ છે.
રાજ્ય સરકાર તરફથી સિનિયર એડવોકેટ રઘુવીર પંડયાની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરાઇ
વડોદરા શહેરમાં નોંધાયેલી ગુજરાત અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 કેસ ચલાવવા માટે રાજ્ય સરકાર તરફથી સિનિયર એડવોકેટ રઘુવીર પંડ્યાની પબ્લિક પ્રેસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પંડ્યાએ બિચ્છુ ગેંગના અપરાધો અને સમાજ પર થયેલી અસર લઈને લંબાણપૂર્વકની દલીલો પણ કરી હતી. સામાન્ય રીતે ગુનામાં 14 દિવસની પોલીસ કસ્ટડી મળતી હોય છે, પરંતુ ગુજસીટોકના વિશેષ તપાસ પણ લંબાણપૂર્વક હોવાથી 30 દિવસના રિમાન્ડ જોગવાઈ દર્શાવી છે.
કુખ્યાત ખંડણીખોર અસલમ બોડિયાને પકડવા પોલીસે 4 ટીમ બનાવી
આ અંગે તપાસ કરી રહેલા ACP ડી. એસ. ચૌહાણ જણાવ્યું હતું કે, બિચ્છુ ગેંગના 15 ગુંડાઓની ક્રાઈમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે. ACP ભૂતકાળમાં જે ગુના કરેલા હોય તેની માહિતી મેળવી રહી છે. બેંક ખાતાઓ તપાસ કરી રહી છે. ફ્લેટ ખરીદી હોય મિલકત વસાવી હોય તેની ઉડાણ પૂર્વક ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. જેને બિચ્છુ ગેંગને મદદ કરી હોય રૂપિયાથી મદદ કરી હોય કોઇ આશરો આપ્યા હોય તેમને પણ ક્રાઈમ બ્રાન્ચ છોડશે નહીં. બિચ્છુ ગેંગનો મુખ્ય સાગરિત અસલમ બોડિયાને પકડવા માટે પોલીસે 4 ટીમ બનાવી છે. જે પંચમહાલ, ગોધરા, ભરૂચ, મહારાષ્ટ્ર અને જયપુરમાં તપાસ કરી રહી છે. આગામી દિવસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અનેક ખુલાસાઓ થઈ શકે છે.