- રાજસ્થાન-હરિયાણાથી લાવવામાં આવેલા દારૂના જથ્થા સહિત 43.88 લાખના મુદ્દામાલ કબજે કરાયો
- આઇસરમાં એશિયન પેન્ટના ડબ્બા અને ખુરશીની આડમાં દારૂનો જથ્થો છુપાવી હેરાફેરી થઈ રહી હતી
- દારૂના બંને બનાવમાં વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
વડોદરાઃ વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ(Vadodara Crime Branch) કરી રહી હતી, ત્યારે દારૂનો જથ્થો ભરેલી એક આઇસર ગાડી હાલોલ રોડ થઇ વડોદરા તરફ જનાર છે તેવી બાતમી મળી હતી. પોલીસે મળેલી બાતમીના આધારે જિલ્લા LCBએ આમલીયારા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતા તેને રોકીને તપાસ કરતા 19.15 લાખ કિંમતની દારૂની 4788 બોટલો(Vadodara police nabbed Eiser full of liquor) મળી આવી હતી. આ અંગે ડ્રાઇવર જલારામ ઘીમારામ બિશ્નોઇ(રહે.અલીવાવ, તા.સાંચોર, રાજસ્થાન)ની અટકાયત કરી હતી.
એશિયન પેઇન્ટના ડબ્બા ભર્યાં હોવાનો ઉલ્લેખ હતો
પોલીસે ડ્રાઇવરની અટકાયત કર્યાં બાદ પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો સાંચોર તાલુકાના બાવેલ્લામાં રહેતા હીરાલાલ ભક્તારામ બિશ્નોઇએ ભરાવીને આપ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે દારૂનો જથ્થો(alcohol in vadodara) એક મોબાઇલ અને ગાડી મળીને કુલ 27.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ડ્રાઇવર પાસેથી મળેલી ગાડીમાં એશિયન પેઇન્ટના ડબ્બા ભર્યાં હોવાનો ઉલ્લેખ હતો. આ અંગે તાલુકા પોલીસમાં ગુનો નોંધી LCB દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.
આઇસર ટેમ્પોમાંથી 8 લાખનો દારૂ ઝડપાયો
આ ઉપરાંત અન્ય બનાવમાં હાલોલ-વડોદરા રોડ પર આસોજ ગામ પાસે LCBએ બાતમીના આધારે વોચ ગોઠવી એક આઇસર ટેમ્પોને રોકી તેમાં તપાસ કરતા ટેમ્પામાં લક્ઝરી બસની ખુરશીઓ ભરેલી જણાઇ હતી. આ ખુરશીઓ સાઇડ પર કરીને તપાસ કરતા અંદર દારૂની પેટીઓ(liquor policy in vadodara) મળી હતી. પોલીસે 8 લાખનો કિમતી દારૂની 8016 બોટલો કબજે કરી ગાડીના ચાલક રવિન્દ્ર ધૂપસિંહ જાટ(રહે.નાવાસ, રાજસ્થાન) અને લાલારામ બત્તીરામ મીના(રહે.પ્રતાપનગર સેક્ટર-11, જયપુર, રાજસ્થાન)ની અટકાયત કરીને બંનેની પૂછપરછ કરતા દારૂનો જથ્થો હરિયાણામાં રહેતા નિરવ શર્મા નામના શખ્સે ભરી આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કુલ 16.63 લાખનો મુદ્દામાલ કબજે કરી આ અંગે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ(liquor men in vadodara) દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ આણંદ પોલીસે ટ્રકમાં દારૂની હેરાફેરી કરતા બે આરોપીની ધરપકડ કરી
આ પણ વાંચોઃ રાજકોટના નશામુક્તિ કેન્દ્રમાં છેલ્લા 6 મહિનામાં 420 વ્યસનીઓએ લીધી સારવાર