ETV Bharat / state

Vadodara News : હવે મેડીક્લેમ માટે 24 કલાક હોસ્પિટલમાં દાખલ રહેવું જરૂરી નથી - Mediclaim Insurance Claim Adjudication

વડોદડા ગ્રાહક સુરક્ષા અદાલતે મેડીક્લેમ ઇન્સ્યોરન્સ ક્લેમને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, મેડીક્લેમ માટે કોઈપણ વ્યક્તિએ 24 કલાક હોસ્પિટલમાં દાખલ રહેવું જરૂરી નથી. ત્યારે શું હતો સમગ્ર મામલો જૂઓ.

Vadodara News : હવે મેડીક્લેમ માટે 24 કલાક હોસ્પિટલમાં દાખલ રહેવું જરૂરી નથી

author img

By

Published : Mar 16, 2023, 1:00 PM IST

Updated : Mar 16, 2023, 5:20 PM IST

વડોદડા : શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા એક અરજદારની અરજી પર ગ્રાહક સુરક્ષા અદાલતે મેડીક્લેમ ઇન્સ્યોરન્સ ક્લેમના ચુકાદો આપ્યો હતો. મેડિક્લેમના દાવા માટે કોઈપણ વ્યક્તિએ 24 કલાક હોસ્પિટલમાં દાખલ રહેવું જરૂરી નથી. આ અરજદારના દાવાને મેડીકલેમ કંપની લાયક ન ગણતા આખરે અરજદારે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગ્રાહક સુરક્ષા અદાલતે આ અરજદારને વીમા કંપનીને વ્યાજ સહિત રકમ ચૂકવવાનો હુકમ જારી કર્યો છે. પરંતુ દુઃખની વાત એ છે કે, છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા ચુકાદામાં અરજદારનું તાજેતરમાં જ અવસાન થયું છે.

પત્નીનું અવસાન
પત્નીનું અવસાન

કોર્ટે શું કહ્યું અને આદેશ કર્યા : ગ્રાહક સુરક્ષા અદાલતમાં થયેલા આ ફરિયાદમાં અરજદાર શહેરના ગોત્રી રોડ પર આવેલ માનવ પાર્ક સોસાયટીમાં રમેશચંદ્ર જોષી અને તેમની પત્ની જ્યોત્સનાબેન સાથે રહેતા હતા. તેમની પત્નીને ડોમેટોમાયોસાઈટીસની બીમારીથી પીડાતા હતા. 24 અને 25 નવેમ્બર 2016 દરમિયાન અમદાવાદની લાઇફ કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ બીજા દિવસે રજા આપી દેવામાં આવી હતી. સારવારના 20 દિવસ બાદ જ્યોત્સનાબેનનું અવસાન થયું હતું.

વર્ષ 2017માં ફરિયાદ કરી : મૃતક પત્નીના પતિ રમેશચંદ્ર જોષીએ વર્ષ 2014માં નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીની પોતાના પરિવારની આરોગ્ય સુરક્ષા માટે 5 લાખ રૂપિયાની હેલ્થ પોલિસી લીધી હતી. જેનું નિયમિતપણે તેઓએ પ્રીમિયમ પણ ભર્યું હતું. પત્નીના અવસાન બાદ રમેશચંદ્ર જોષીએ 2017માં ઇન્સ્યોરન્સ કંપની સામે વડોદરા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

વીમા કંપનીએ વીમો ન ચૂકવ્યો : ગ્રાહક સુરક્ષામાં થયેલી ફરિયાદમાં ઇન્સ્યોરન્સ કંપનીએ પત્ની જ્યોત્સનાબેન સારવાર દરમિયાન થયેલા રૂપિયા 44,468 ખર્ચનો માટે કરેલા પ્લેનની રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. વીમા કંપનીએ તેઓના દાવાને ફગાવી એવી દલીલ કરી હતી કે, પોલીસના નિયમ મુજબ દર્દીને 24 કલાક સુધી દાખલ રાખવામાં આવ્યા ન હતા.

અરજદારનું અવસાન
અરજદારનું અવસાન

પાંચ વર્ષ સુધી કોર્ટમાં લડત આપી : મૃતકના પતિ રમેશચંદ્ર જોષીએ પત્નીના ક્લેઇમ માટે ઇન્સ્યોરન્સ કંપનીએ ઉઠાવેલા વાંધા સામે અનેક પુરાવા અને જવાબો રજૂ કર્યા હતા. તબીબોના અભિપ્રાય પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. આખરે ગ્રાહક સુરક્ષા દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. પરંતુ અરજદાર રમેશચંદ્ર જોષી હાલમાં હયાત નથી. કહેવાય છે કે સંઘર્ષ વગર સિદ્ધિ નથી તે ફલિતાર્થ કરતો આ કિસ્સો દરેક ઇન્સ્યોરન્સ ગ્રાહકો માટે ઉદાહરણ રૂપ છે. કેટલાય ગ્રાહકો કોર્ટમાં જવાના કારણે વીમા કંપની સામે અવાજ ઉઠાવી શકતા નથી.

આ પણ વાંચો : અમદાવાદમાં ખોટા બિલો રજૂ કરી દંપતિએ પાસ કરાવ્યો 18 લાખનો મેડીક્લેમ, ત્રણ લોકો સામે ફરિયાદ

તમામ રકમ વ્યાજ સહિત ચૂકવવી : ગ્રાહક સુરક્ષા કોર્ટે આપેલા ચુકાદા અનુસાર ઇન્સ્યોરન્સ વીમા કંપનીને દાવો નકાર્યાની તારીખથી આજ દિન સુધી 9 ટકાના વ્યાજ સાથે રમેશચંદ્ર જોષીને રૂપિયા 44,468 ચૂકવવાનો હુકમ જારી કર્યો હતો. સાથે વીમા કંપનીને માનસિક ત્રાસ માટે રૂપિયા 3,000 અને રમેશચંદ્ર જોષીને મુકદ્દમાના ખર્ચ માટે રૂપિયા 2,000 ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.

આ પણ વાંચો : world consumer protection day 2023 : કેમ ઉજવવામાં આવે છે, વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ

લડતનું પરિણામ મળ્યું : હાલમાં અરજદાર રમેશચંદ્ર જોષી અને તેઓની પત્ની જ્યોત્સનાબેન હયાત નથી. પરંતુ તેઓના ભાણેજ ગૌરાંગ ઉપાધ્યાએ જણાવ્યું હતું કે, હાલમાં મારા મામા મામી હયાત નથી. પરંતુ તેઓએ વીમા કંપની સામે અવાજ ઉઠાવી લડત દ્વારા વીમાની રકમ પરત મેળવવા અથાગ પ્રયત્નોની આજે જીત થઈ છે.

Last Updated : Mar 16, 2023, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.