ETV Bharat / state

Vadodara Crime: લાલચ આપીને ભાડાની કારો બારોબાર વેચનાર મહાઠગ ઝડપાયા, 90 ગાડી કરી રિકવર

વડોદરામાં 120 કારોને ભાડેથી લાવીને બારોબાર વેચી નાખનાર બે મહાઠગને ઝડપ્યા છે. જેમાંથી 90 કારઓનેપોલીસે મૂળ માલિકને બોલાવી પરત કરી હતી. જેની કિંમત 6 કરોડથી વધુ છે.

Vadodara Crime : લાલચ આપીને ભાડાની કારો બારોબાર વેચનાર મહાઠગ ઝડપાયા, 90 ગાડી કરી રિકવર

author img

By

Published : Mar 10, 2023, 11:17 AM IST

લાલચ આપીને ભાડાની કારો બારોબાર વેચનાર મહાઠગ ઝડપાયા, 90 ગાડી કરી રિકવર

વડોદરા : ભાડેથી વાહન મેળવ્યા બાદ વાહનોને બારોબાર વેચી નાખવાના કૌભાંડનો વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. 120 જેટલી ભાડાની કારોને બારોબાર વેચી અને ઠગાઈ આચરનાર બે મહાઠગોને શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન 120 પૈકી 90 ફોરવીલ ગાડીઓ રીકવર કરવામાં આવી છે. જેની કિંમત 6 કરોડથી વધુ છે. ક્રાઇમ બ્રાન્ચ ખાતે શહેર પોલીસ કમિશ્નર ડો.શમશેર સિંઘના હસ્તે મૂળ માલિકોને પરત કરવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો: ગત 31 ડિસેમ્બર 2022 ના રોજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છેતરપીંડી ગુનામાં બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. ભાડેથી વાહનો મેળવી વાહનોને બારેબાર વેચી નાખનારના ગુનામાં સંડોવાયેલા વડોદરાના મનીષ હરસોયા અને સુરતના મુખ્ય સૂત્રધાર આરોપી દિપક રૈયાણી ધરપકડ કરી હતી. રબાદ રિમાન્ડ દરમિયાન 90 કારોની રિકવરી કરવામાં આવી હતી. તેની કિંમત 6 કરોડથી વધુ છે.

6 કરોડની કારો પરત રિકવર કરી : શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન મુખ્યત્વે ભાડેથી વાહનો મેળવ્યા બાદ માલિકોની જાણ બહાર સુરત, મહેસાણા તેમજ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા અને નંદુરબાર જેવા વિવિધ જગ્યા પર અલગ અલગ વ્યક્તિઓને ગીરવે આપી દીધી હતી. આ બંને આરોપીઓએ 120 જેટલી ફોરવીલ ગાડીઓને ભાડે લઈ બારોબાર ગીરવે મૂકી હતી. જેને અંદાજીત કિંમત 8 કરોડ જેટલી હતી. આ કારોમાંથી 90 ફોરવીલ ગાડીઓને રિકવર કરી 6 કરોડથી વધુનો મુદ્દામાલ રિકવર કરી શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

આ પણ વાંચો : Protest for Bridge: કાર્યવાહી કરો છો કે પછી અમે હાઈકોર્ટ જઈએ, હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષે આપી AMCને ચિમકી

ગુનેગારની મિલકતો સિઝ : આ અંગે શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘે જણાવ્યું હતું કે, શહેરના 120 જેટલા નાગરિકોની પાસેથી ચીટિંગ કરી માસિક ભાડા પેટે લીધી હતી. ભાડા પર રહે તેઓએ અલગ અલગ વિસ્તારોમાં ગીરવે મૂકી રુપિયા લઇ લીધા હતા. જ્યારે વડોદરાના મોટાભાગના લોકો મધ્યમ વર્ગના અને લોન પર કારો મેળવેલી હતી. વિશ્વાસ અપાવવા માટે ભાડાના હપ્તા શરૂઆતમાં આપ્યાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ રૂપિયા બંધ કરી દેતા લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ હતી.

આ પણ વાંચો : Bridge Scam: હાટકેશ્વર બ્રિજ કૌભાંડમાં AMC અને BJP અધિકારીને બચાવવામાં લાગી છે, વિપક્ષનો આક્ષેપ

નાગરિકો જાણીને ભાડે આપવી કાર : સમગ્ર મામલે પોલીસ તપાસ કરી બે મુખ્ય આરોપીઓને ઝડપી લીધા હતા. 120 કારમાંથી 90 ગાડીઓને રિકવર કરી છે. તે તમામ ગાડીઓની તેના મૂળ માલિકને સોંપવામાં કામગીરી કરવામાં આવી છે. આ બંને આરોપીની મિલકત પણ સિઝ કરશે. નાગરિકોએ યોગ્ય બાબતોને જાણીને ભાડે આપવી જોઈએ. સાથે બાકી બચેલી 30 ગાડીઓને પણ રિકવર કરવા માટેની આગળની કામગીરી ચાલુ છે અને ઝડપી રિકવર થાય તેવા પોલીસના પ્રયાસો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.