ETV Bharat / state

Baroda Dairy Controversy : MLAના આક્ષેપ બાદ મંડળે કહ્યું, લાયકાત જોઈએ, અન્ય ડેરી કરતા દુધના ભાવ મળે છે વધુ - Savli MLA Ketan Inamdar dairy Accusation

બરોડા ડેરીમાં લાયકાત ન હોય તેવા લોકોની ભરતી કર્યાના આક્ષેપ સાવલીના MLAએ કર્યા હતા. આ ઉપરાંત ડેરીમાં ભ્રષ્ટાચારને તેમજ પાંચ મુદ્દાઓને લઈને તપાસની માંગ પણ તેઓએ કરી હતી. તો બીજી તરફ કાર્યકારી પ્રમુખ જી.બી.સોલંકી કહ્યું કે, તમામ આરોપો પાયા વિહોણા છે.

Baroda Dairy Controversy : MLAના આપેક્ષ બાદ મંડળે કહ્યું, લાયકાત જોઈએ, અન્ય ડેરી કરતા દુધના ભાવ મળે છે વધુ

author img

By

Published : Feb 21, 2023, 4:08 PM IST

બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખે આરોપો પાયા વિહોણા ગણાવ્યા

વડોદરા : સાવલીના MLA કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરીમાં ડિરેક્ટરો લાયકાત ન હોય તેવા લોકોની ભરતી કરી દીધી હોવાના આક્ષેપો કર્યા હતા. આ મામલે કેતન ઇનામદાર દ્વારા કલેક્ટર સાથે મુલાકાત કરીને તપાસની માગણી કરી હતી. ત્યારે હવે ભરતી કૌભાંડ મામલે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરશે તેવા આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ બરોડા ડેરીમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને અન્ય પાંચ મુદ્દાઓને બાબતે કેતન ઇનામદાર દ્વારા પત્રકાર પરિષદ યોજી પુરાવાઓ રજૂ કરી તપાસની માંગ કરી હતી.

કોઈ જ ભ્રષ્ટાચાર નથી : ગઈકાલે વરણામાં ખાતે ધારાસભ્યોની બેઠક અને પશુપાલકોને દૂધના ભાવને લઈ ચર્ચા અને આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેના જવાબમાં આજે બરોડા ડેરીના નિયામક મંડળ દ્વારા પત્રકાર પરિષદ દરમિયાન આ તમામ આક્ષેપોને હાલના કાર્યકારી પ્રમુખ જી.બી.સોલંકી દ્વારા પાયા વિહોણા ગણવામાં આવ્યા હતા અને કોઈ જ ભ્રષ્ટાચાર નથી થયો તેવું જણાવ્યું હતું.

તમામ આરોપો પાયા વિહોણા : તાજેતરમાં સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારએ કેટલાક મુદ્દા અંગે તપાસની માગણી કરી હતી. બરોડા ડેરી પર લાગેલા આરોપો મામલે હોદ્દેદારોની પત્રકાર પરિષદ દરમિયાન કેતન ઈનામદાર દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો. આ મામલે ડેરીના કાર્યકારી પ્રમુખ જી.બી. સોલંકીએ આ તમામ આક્ષેપોને લઈ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, તમામ મુદ્દે તપાસની જવાબદારી એજન્સીઓને સોંપાઈ છે.

આરોપ : કેતન ઈનામદાર પર દૂધનું સંપાદન ઘટયાનો આરોપ

જવાબ : આ મામલે જવાબ આપતા જી. બી. સોલંકીએ જણાવ્યું હતું કે, ફક્ત બરોડા ડેરી નહિ સમગ્ર રાજ્યમાં દૂધનું સંપાદન ઘટયું છે. દરેક ડેરીમાં દૂધનો ભાવ અલગ અલગ હોય છે. 789થી 840 અન્ય ડેરી ભાવ આપે છે. બરોડા ડેરીમાં ભાવ નથી મળતાનો આરોપ ખોટો છે. દરેક જિલ્લાની આબોહવા, ઘાસચારો, પાણી સરખા નથી હોતા. જેથી સંપાદનમાં ફરક હોય શકે છે. બરોડા ડેરીનો પર લીટરનો ભાવ અન્ય ડેરીઓની તુલનામાં શ્રેષ્ઠ છે. બરોડા ડેરીમાં 46.35 પૈસા લીટરનો ભાવ મળે છે. જ્યારે અન્ય ડેરીઓમાં ભાવ ઓછો છે. ગુજરાતના અન્ય સંઘો કરતા વડોદરાનો ભાવ વધુ છે.

આરોપ: બરોડા ડેરી 64 રૂપિયામાં દૂધ વેચે છે અને 30થી 40 રૂપિયામાં દૂધ ખરીદે છે

જવાબ : આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, 45 રૂપિયા 77 પૈસા ભાવ ડેરી દ્વારા ઉત્પાદકોને ચૂકવવામાં આવે છે. દરેક દૂધનો ભાવ જુદો જુદો હોય છે. જેટલું દૂધ આવે છે એ તમામ વેચાતું નથી અન્ય પ્રોડક્ટ બનાવવામાં પણ ઉપયોગી થાય છે. તમામ સંઘોના ભાવ એક થાય તેવી સરકારને અપીલ કરીએ છીએ. તમામ ધારાસભ્યો આ મુદ્દે વિધાનસભામાં ચર્ચા કરે તો કાયદો ઘડાઇ શકે છે.

આ પણ વાંચો : MLA Ketan Inamdar on Baroda Dairy: બરોડા ડેરી મામલે કેતન ઈનામદારે મોટા આક્ષેપો, ટેન્ડર અને ભરતીમાં ભ્રષ્ટાચારના આરોપ

આરોપ: દૂધ મંડળીઓ બંધ થવા મામલે

જવાબ : આ મામલે જવાબ આપતા કહ્યું કે, પુરવઠો ઓછો હોવાના કારણે સરકારના નીતિ નિયમ મુજબ મંડળી બંધ થઈ શકે છે. સંઘ દ્વારા મંડળી બંધ કરવામાં નથી આવતી. ઘણી મંડળી એવી છે જે સ્વેચ્છા એ બંધ થઈ છે. સાથે ચૂંટણી અંગે ના આક્ષેપ સામે જવાબ આપ્યો હતો કે, ચૂંટણી કરાવવી સંઘનો અધિકાર નથી. ચૂંટણી અધિકારી ચૂંટણી યોજે છે, ગેરવહીવટની વાત નથી.

આરોપ : ટેન્ડર પ્રક્રિયા અને ભાવના આક્ષેપો

જવાબ : આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, ટેન્ડર પ્રક્રિયામાં કોઈ ગોટાળા થયા નથી, તમામ આરોપો મામલે અમે સરકાર સામે ખુલાસો કરીશું. દૂધનો ભાવ વધારો માંગવો અને આપવામાં ફરક છે. માંગનાર ગમે તે ભાવ માંગે હાલ બરોડા ડેરી 4 ગ્રેડમાં દૂધ લે છે. બનાસ ડેરીની જેમાં અમે 2 ગ્રેડમાં દૂધ લઈએ તો ભાવ વધારો આપી શકાય. પરંતુ અમે ગ્રેડ સુધારી રહ્યા છીએ. અમારે કોઈ પણ ફેરફાર કરવો હોય તો મંડળીઓને વિશ્વાસમાં લેવી પડે છે. તમામ મંડળી સહમત થશે તો ભાવ વધારો આપવામાં કોઈ વાંધો નથી. 86 ટકા રકમ દૂધ ઉત્પાદકોને પરત આપવામાં આવે છે. દૂધ ઉત્પાદકોનું શોષણ કરાતું હોવાના આરોપ ખોટા છે.

આ પણ વાંચો : Baroda Dairy Scam: બરોડા ડેરીમાં ડિરેક્ટર્સે પર ધારાસભ્યએ લગાવ્યા ગંભીર આક્ષેપ, કહ્યું 'મેં રૂકેગા નહીં'

આરોપ: ડેરીમાં ભરતી મામલે સગાવાદનો આરોપ

જવાબ : અમે લાયકાત જોઈએ છે સગાવ્હાલા નહિ. ડેરીમાં 1200 કર્મચારી છે. એમાં કોણ કોનું સગું છે એ કહેવુ શક્ય નથી. મારા સબંધીને મે નોકરી નથી આપી આ બાબતે કાયદેસર એજન્સીને ભરતીની કામગીરી સોંપાઈ હતી. એજન્સી એ પસંદ કરેલા લાયકાત વાળા ઉમેદવારોને નોકરી આપી છે. મારી એક પણ દીકરી કોઈ કંપનીમાં ભાગીદાર નથી. સરકારના સહકાર અધિકારી દ્વારા તપાસ આરંભી છે. જેથી અમે તમામ પુરાવા આપ્યા છે. આ તમામ આરોપો પાયા વિહોણા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.