વડોદરા : બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આજે વડોદરાની મુલાકાતે છે, ત્યારે તેઓ સનફાર્મા રોડ પર આવેલ ધ લક્ષ્મીનારાયણ ક્લબ એન્ડ રિસોર્ટમાં વહેલી સવારે આવી પહોંચ્યા હતા. તેઓ બપોરે 1 વાગ્યા સુધી વિશ્રામ કરશે અને ત્યારબાદ શહેરના જાણીતા લોકો સાથે મુલાકાત કરશે. સાંજે 6 વાગે શહેરના નવલખી મેદાન ખાતે દિવ્ય દરબારની શરૂઆત કરશે.
બાબા ભાવિભક્તના ઘરેથી મંગાવેલા ભોજન કરશે : બાગેશ્વર ધામના પંડિત શાસ્ત્રી લક્ષ્મીનારાયણ રિસોર્ટમાં રોકાયા છે, ત્યારે તેઓ વિશ્રામ બાદ પૂજા વિધિ કરશે. બાદમાં તેઓ શહેરના જાણીતા લોકો સાથે મુલાકાત કરશે. તેઓ કોઈ ધાર્મિક સ્થાને જશે કે કેમ તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી. લક્ષ્મીવિલાસ પેલેસ જેવા દેખાતા આ રિસોર્ટમાં બાબા ભોજન નહીં કરે અને તેઓ કોઈ ભાવિ ભક્તો અને આયોજક કમલેશ પરમારના ઘરેથી ભોજન લાવી પીરસવામાં આવશે તેવી વિગતો પ્રાપ્ત થઈ છે. આ રિસોર્ટમાં ખૂબ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.
આયોજકો દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ સારી છે. આવનાર કોઈપણ ભક્તોને અગવડ ન પડે તે માટેની ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમ સાંજે 6:00 વાગ્યાથી દિવ્ય દરબાર લાગશે અને આશા રાખે છે કે સાંજે 11 વાગ્યા સુધી દરબાર ચાલુ રહે, હાલમાં ગુરુજી આવ્યા છે અને 1:00 વાગ્યા સુધી વિશ્રામ કરશે. ત્યારબાદ વિવિધ જાણીતા લોકોને મળશે. - સુરજીતસિંગ (સનાતન સેના મુંબઈના પ્રમુખ)
400થી 500 સ્વયં સેવકો : આ VIP દરબાર નથી, અયોજકોની તૈયારી અનુસાર સામાન્ય લોકો આ દરબારમાં આવવાના છે અને બાબા તેઓને આશીર્વાદ આપશે. અમારા તરફથી 400થી 500 સ્વયં સેવકો આયોજનમાં જોડાયેલા છે. આ આયોજનને લઈને આશા છે કે બે લાખથી વધુ લોકો આ દરબારમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સાંજે છ વાગ્યાથી શરૂઆત થશે અને બાબા અહીંથી 5 વાગે રવાના થશે. ગુરુજી મોડે રાત્રે રવાના થશે અને ક્યાં જશે તે અંગે કોઈ વિગતો નથી.
- Bageshwar Dham in Ahmedabad : અમદાવાદમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, દિલ્હીની ઘટના સહિત વિવાદી મુદ્દાઓ પર બોલ્યાં
- Baba Bageshwar in Gujarat: ધીરેન્દ્ર શાસ્ત્રી ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલશે, તૈયારીઓને આખરી ઓપ
- Baba Bageshwar : રાજકોટમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ અરજી થઇ