ETV Bharat / state

Vadodara Accident News : ડભોઇના કરનાળી નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલા બે મિત્રોનું પાણીમાં ડૂબતા મોત - ડભોઇ પોલીસ

ડભોઇ તાલુકાના તીર્થધામ કરનાળી ખાતે એક દુખદ ઘટના બની છે. શ્રાવણ અમાસની તિથિને અનુલક્ષી નર્મદામાં સ્નાન કરવા આવેલા બે મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. જેમાં બંને યુવકના કરુણ મોત થયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી આરંભી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢી પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.

Vadodara Accident News
Vadodara Accident News
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 5:33 PM IST

ડભોઇના કરનાળી નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલા બે મિત્રોનું પાણીમાં ડૂબતા મોત

વડોદરા : ડભોઇ તાલુકાના તીર્થધામ કરનાળી ખાતે નર્મદામાં સ્નાન કરવા આવેલા પાંચ મિત્રો પૈકીના બે મિત્રો નર્મદા નદીમાં ગરકાવ થઈ જતા મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના બનતા આસપાસના રહીશો અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક બચાવ કામગીરી આરંભી દીધી હતી. સ્થાનિક તરવૈયાઓએ ગણતરીના સમયમાં બંને યુવકોના મૃતદેહ શોધી કાઢ્યા હતા. આ ઘટનાની જાણ ચાંદોદ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને યુવકોના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

બે મિત્રોના કરુણ મોત : શ્રાવણ માસના અંતિમ દિવસે અધિક-શ્રાવણ અમાસની તિથિને અનુલક્ષી ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાંદોદ-કરનાળીના નર્મદા કિનારે પુણ્ય સ્નાન અને વિધિવિધાન અર્થે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. શ્રાવણ વદ અમાસના મહાત્મ્યને અનુલક્ષી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ટાંકા ગામના પાંચ મિત્રો પણ નર્મદા સ્નાન અર્થે કરનાળી ખાતે સોમનાથ ઘાટ નજીકના કિનારે આવી પહોંચ્યા હતા. મોડી સાંજે તમામ મિત્રો નદી કિનારે સ્નાન માટે પહોંચ્યા હતા. પરંતુ સ્નાન કરતા સમયે નદીના પ્રવાહ અને ઊંડાઈનો અંદાજ ન રહેતા મિત્રો પૈકીના બે મિત્રો પાણીના પ્રવાહમાં તણાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

મૃતદેહ મળી આવ્યા : સમગ્ર ​​ઘટનાને પગલે સ્થાનિક પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને યુવકની શોધખોળ હાથ ધરી હતી. જેમાં બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. પાણીમાં ગરકાવ થયેલ 18 વર્ષીય વિષ્ણુ હસમુખભાઈ બારીયા અને 18 વર્ષીય વિપુલભાઈ પ્રવીણભાઈ બારીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ચાંદોદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ કાર્યવાહી : કરુણ ઘટનાની માહિતી મળતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ દોડી ગઈ હતી. આ ઘટનામાં બંને યુવકોના મૃતદેહનો પોલીસે કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે બંને યુવાનોના પરિવારજનોને અકસ્માત અંગે જાણ કરવા સહિત અન્ય તપાસ હાથ ધરી છે.

  1. Vadodara Accident: કાર-ડમ્પરની ટક્કરના અવાજથી ડરેલી યુવતીએ ડીવાઈડરમાં એક્ટિવા અથડાવી, યુવતીનું મોત
  2. નદીમાં સ્નાન કરવા જતા યુવાનનું થયું મૃત્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.