- વડોદરાના 6 સેન્ટરોમાં કોવિડ ટીકાકારણનો પ્રારંભ
- 600 ડૉક્ટર અને મેડિકલ સ્ટાફને કોવિડ વેક્સિન અપાય
- વીડિયો કોન્ફરન્સ માધ્યમથી વિજયભાઈ રૂપાણી જોડાયા
વડોદરા : શહેરના અલગ અલગ વિસ્તારોમાં જેમ કે 6 જેટલા સેન્ટરોમાં વેક્સિનેશન પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં વાત કરીએ બીએપીએસ સ્વામિનારાયણ શાસ્ત્રીય હોસ્પિટલમાં ડોક્ટર અને ફ્રન્ટલાઈન વોરિયર્સ કોવિડ રસીકરણ કરવામા આવ્યું હતું. જે રીતે છેલ્લા દસ મહિનાથી કોરોના દર્દીઓ સામે ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ સેવા પૂરી પાડી અને વધુ સેવા કરી શકે તે હેતુસર વેક્સિનેશન ડોક્ટર ગાઈડ લાઈન પ્રમાણે અપાયું હતું.
બીજેપીના નેતા શબ્દશરણ બ્રહ્મભટ્ટ કાઉન્સિલર સોલંકી પણ રહ્યા મોજૂદ
રસીકરણ બાદ 30 મિનિટ તેમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં બીજેપીના નેતા શબ્દશરણ બ્રહ્મભટ્ટ કાઉન્સિલર સોલંકી પણ મોજૂદ હતા. ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકોને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.