વડોદરા : વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 15થી 20 જાન્યુઆરી દરમિયાન સીઝન ઓપનર UTT નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં દેશભરમાંથી રાષ્ટ્રીય પેડલર્સ ટોચના સન્માન માટે સ્પર્ધા યોજાશે. જેમાં ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન, ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજીત આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 1800થી પણ વધુ રજીસ્ટ્રેશન થયા છે. તેમજ આ ટુર્નામેન્ટ અલ્ટીમેટ ટેબલ ટેનિસ દ્વારા સ્પોન્સરશીપ લેવામાં આવી છે.
નામાંકિત ખેલાડીઓ ભાગ લેશે આ ટુર્નામેન્ટમાં દેશ અને રાજ્યના નામાંકિત ખેલાડીઓ ભાગ લેવાના છે. આ ટુર્નામેન્ટમાં ભારતના નંબર 4 અને વડોદરાના માનુષ શાહ સાથે ગુજરાતના બે પ્રખ્યાત ગુજરાત પેડલર્સ CWG મેડલ વિજેતા અને ભારતના નંબર 3 હરમીત દેસાઈ અને ભારતના નંબર 5 માનવ ઠક્કર આ ત્રણ ખેલાડીઓ પર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ નિહાળવા આવેલ પેક્ષકોની નજર રહેશે. સાથે બર્મિંગહામ ગેમ્સ વિજેતા તેલંગાણા રાજ્યની શ્રીજા અકુલા, મહિલા સિંગલ્સમાં વર્તમાન રાષ્ટ્રીય ચેમ્પિયન અને ભારતની નંબર 1 મહારાષ્ટ્રની સનિલ શેટ્ટી પણ જોવા મળશે.
કઇ કઈ ઇવેન્ટ યોજાશે સમગ્ર ઇવેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને વડોદરા મહાનગરપાલિકા સાથે VSPF દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશીપમાં કુલ 9 લાખ રૂપિયા ઇનામની જાહેરાત કરાઈ છે. આ ચેમ્પિયનશીપમાં કુલ 13 ઇવેન્ટ્સ યોજાશે. આ ચેમ્પિયનશિપમાં મેન્સ અને વિમેન્સ સિંગલ, અંડર 11,13,15,17,19, બોયઝ એન્ડ ગર્લ્સ સિંગલ અને મિક્સ ડબલ યોજાશે. ઇવેન્ટને સફળ બનાવવા માટે 60 જેટલા ટેક્નિકલ અધિકારીઓ પણ તેમાં જોડાશે અને ઇવેન્ટને સફળ બનાવશે.
આ પણ વાંચો ટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુરતના હરમિત દેસાઈની પસંદગી થાય તેવી શક્યતાઓ
મહિલા પુરુષ ખેલાડી પ્રાઈઝ સરખી આ અંગે વધુ માહિતી આપતા ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા પ્રમુખ અને પૂર્વ સાંસદ જયા ઠક્કરે જણાવ્યું હતું કે નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મહિલા અને પુરુષના વિજેતા ઇનામમાં આજ દિન સુધી પ્રાઈઝની રકમ વધુ ઓછી હતી. જો ટુર્નામેન્ટ એક છે અને પુરુષ સ્ત્રી બંને રમે છે તો પછી બંનેને પ્રાઈઝની રકમ સરખી હોવી જોઈએ. જે અંગે મારી વિનંતી TTF મેનેજમેન્ટમાં પહોંચાડી અને આ વખતે પુરુષ અને મહિલા વિજેતા ખેલાડીને એકસરખી પ્રાઈઝ મળશે તે ખૂબ મહત્વની બાબત છે. કેમ કે, મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે પુરુષ સાથે સ્ત્રીને પણ સમાન હક મળવો જોઈએ. જે આ વખતે મેનેજમેન્ટ દ્વારા વિજેતા પ્રાઈઝ સરખી રાખવામાં આવી છે.
આ પણ વાંચો પુત્રીના જન્મબાદ ફરી મેદાનમાં કર્યું કમબેક, સિલ્વર મેડલ જીત્યું
મિક્સ ડબલ ઇવેન્ટ ઉમેરાઈ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ વખતે મિક્સ ડબલ્સ ટેબલ ટેનિસ માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો અને આ વખતે મિક્સ ડબલ ઇવેન્ટને ઉમેરવામાં આવી છે. કારણ કે મિક્સ ડબલ્સમાં એક ખેલાડી મજબૂત હોય તો બીજો ખેલાડી કમજોર હોય તો આ બંનેના વિજયના કારણે ગેમમાં ખૂબ મજબૂત બને અને જોનારને પણ ખૂબ આનંદ આવે સાથે મેડલ્સનો રેસીઓ વધે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેથી આ વખતે મિક્સ ડબલ ઇવેન્ટ યોજાશે.