ETV Bharat / state

કેન્દ્રીય વિદેશપ્રધાન ડો.એસ.જયશંકર બે દિવસ માટે વડોદરાના મહેમાન બન્યા

કેન્દ્રીય વિદેશપ્રધાન ડો.એસ.જયશંકર બે દિવસ માટે વડોદરાની મુલાકાતે (Dr S Jaishankar visit Vadodara)આવ્યા છે. વડોદરામાં વિદેશ પ્રધાન કલેકટર કચેરીમાં પી એમ કેર્સ ફોર ચિલ્ડ્રન કાર્યક્રમમાં (PM cares for children)હાજરી આપી હતી. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વરચ્યુઅલી જોડાયા હતા.

કેન્દ્રીય વિદેશપ્રધાન ડો.એસ.જયશંકર બે દિવસ માટે વડોદરાના મહેમાન બન્યા
કેન્દ્રીય વિદેશપ્રધાન ડો.એસ.જયશંકર બે દિવસ માટે વડોદરાના મહેમાન બન્યા
author img

By

Published : May 30, 2022, 7:03 PM IST

વડોદરા શહેરમાં કેન્દ્રીય વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકર બે દિવસ માટે વડોદરાની મુલાકાતે (Dr S Jaishankar visit Vadodara)આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન વિવિધ કાર્યક્રમમાં સહભાગી થશે. વિદેશ પ્રધાન કલેકટર કચેરીમાં પી એમ કેર્સ ફોર ચિલ્ડ્રન કાર્યક્રમમાં (PM cares for children)હાજરી આપી હતી. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વરચ્યુઅલી જોડાયા હતા. વડોદરામાં વિદેશ પ્રધાન ડૉ.એસ.જયશંકરની વિશેષ ઉપસ્થિતિમાં કુલ 17 બાળકોને રૂપિયા 1.70 કરોડની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી.

ડો.એસ.જયશંકર

ધારાસભ્યો અને અધિકારીઓની ઉપસ્થિતિ - વડોદરા શહેરમાં કેન્દ્રીય વિદેશ પ્રધાન ડો.એસ જયશંકર વડોદરા કલેક્ટર કચેરીએ આવ્યા હતા. જેમાં કોરાના કાળમાં માતા-પિતા વિહોણા થયેલા બાળકોને આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરા શહેર સાંસદ રંજન ભટ્ટ, પ્રધાન મનીષા વકીલ ,શહેર વિધાનસભાના ધારાસભ્યો, કલેક્ટર સહિત અનેક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સહાય વિતરણ કરવામાં આવી હતી. ત્યાર બાદ સાંજે હોટલ મેરિએટમાં અને વ્યવસાયિકોને મળવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

આ પણ વાંચોઃ PM મોદીએ પકડયો અનાથ બાળકોનો હાથ: સ્વાસ્થ્ય સાથે શિક્ષણમાં પણ કરશે મદદ

31 મેના રોજ વિદેશપ્રધાનના કાર્યક્રમો - વિદેશ પ્રધાન ડો.એસ જયશંકર વડોદરા શહેરના સર સયાજી નગર ગૃહમાં વડાપ્રધાનના વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુખ્ય કાર્યક્રમ હિમાચલ પ્રદેશમાં યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન વરચ્યુઅલી જોડાઇ શકે છે સાથે ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીની પણ ઉપસ્થિતિ રહેશે. ત્યાર બાદ સર સયાજી નગરગૃહમાં સાંજે ચાર વાગ્યે એમ. એસ. યુનિવર્સિટી આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.

મહામારીના શિકાર બનેલા પરિવારનો જવાબદારી - કોરોનાની મહામારીના સમયમાં આપણે તેનો સામનો કર્યો છે. આ મહામારીમાં માસ્ક, વેન્ટિલેટર, વેક્સિન, મહામારીના શિકાર બનેલા પરિવારનો ખ્યાલ રાખવાની જવાબદારી અમારી છે. પી.એમ કેર્સ ફોર ચિલ્ડ્રન પી.એમ દેશની ચિંતા કરે છે સરકારના 8 વર્ષ થયા છે સરકારનું ધ્યાન બાળકો, મહિલાઓ પર છે. મારા માટે વડોદરા શહેરમાં આ કાર્યક્રમને લઈ યોગ્ય જગ્યા હતી. વિદેશ નીતિ બાબતે સવાલ કરતા કાંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ વિદેશપ્રધાન એસ.જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

વિદ્યાર્થીઓએ એડમિશન માટે પ્રયત્નો કર્યા - યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ માટે ચિંતા વ્યક્ત કરી. યુક્રેનના પાડોશી દેશને વિદ્યાર્થીના અભ્યાસ માટેના એડમિશનની તૈયારી બતાવે તે જરૂરી છે. અમે પણએ પ્રયત્નો કરીએ છીએ. હંગેરીમાં 1250 વિદ્યાર્થીઓએ એડમિશન માટે પ્રયત્નો કર્યા છે. અમે હંગેરી સહિત યુક્રેનની આસપાસના દેશના સંપર્કમાં છીએ. યુક્રેનથી ભારત પરત આવેલા વિદ્યાર્થીઓ માટે સરકાર તમામ સહાયતા સાથે કામગીરી કરી રહી છે તેવું વિદેશ પ્રધાને જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.